ફરી એકવાર ભારત માટે ગૌરવના સમાચાર આવ્યા છે. WHOએ એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશિલ્ડને વિશ્વમાં ક્યાંય પણ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. WHOએ કોવૈક્સ પ્રોગામ અંતર્ગત કોવિશિલ્ડને ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી છે.


ભારતમાં એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. પુણાની સીરમ ઈંસ્ટિટ્યુટ ઓફ ઈંડિયા આ રસીનું ઉત્પાદન કરી રહી છે. ભારતે અત્યાર સુધીમાં કેટલાય દેશોને આ વેક્સિન પહોંચાડી છે.

WHOના નિષ્ણાંતોના મતે જ્યાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે તે દેશોમાં કોવિડશિલ્ડ વેક્સિનનો ઉપયોગ કરી શકાશે. WHO તરફથી મંજૂરી મળ્યા પછી, જે દેશો રસી વાપરવામાં ખચકાટ અનુભવતા હશે તે દેશ પણ રસીકરણનો કાર્યક્રમ શરૂ કરી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશ્વના જે દેશોમાં અત્યાર સુધી રસી નથી પહોંચી શકી અને જ્યાં જનસંખ્યા સતત કોરોનાના જોખમનો સામનો કરી રહી છે એવા દેશમાં કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવશે.