નવી દિલ્હીઃ વિશ્વભરમાં લોકડાઉનમાં છૂટ આપવાની શરૂઆત થઈ ગઈ છે. કહેવાય છે કે, વિશ્વમાં કોરોનાનો પ્રથમ તબક્કો વિતી ગયો છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે વિશ્વભરમાં સરકાર કોરોનાને ગંભીરતાથી લે. થોડી પણ બેદરકારીથી દેશમાં ફરીથી લોકડાઉન લગાવવા માટે મજબૂર થવું પડી શકે છે.


ભારત મોટી જનસંખ્યા ધરાવતો દેશ છે માટે આવી તસવીર મોટા પાયે જોવા મળશે પરંતુ અન્ય દેશોની સ્થિતિ પણ અલગ નથી. અમેરિકામાં લોકડાઉનમાં છૂટ મળતા જ સમુદ્ર કિનારો પર લોકોની ભીડ થઈ હતી. વિશ્વના અલગ અલગ દેશમાં લોકાડઉનમાં પોત પોતાની રીતે છૂટ આપી રહ્યા છે. ત્યાર બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ ચેતવણી આપી છે કે જો લોકડાઉન ખોલવામાં બેદરકારી થઈ તો ફરીથી લોકડાઉન લાગુ કરવું પડી શકે છે.

WHOના ડાયરેક્ટર ટેડરોઝ ગેબ્રેયેસોને કહ્યું, “લોકડાઉન ફરી લગાવવાનું જોખમ વાસ્તવિક છે. જો દેશ સાવધાની અને તબક્કાવાર રીતે કામ નહીં કરે તો બીમારી પરત ફરવાનો ડર છે.”WHOના ડાયરેક્ટર ડો. થેડરોડનું નિવેદન ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખથા વિશ્વભરમાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવી રહી છે. WHOએ સૂચન કર્યું છે કે દેશોએ મુખ્ય હેલ્થ સિસ્ટમમાં રોકાણ કરવું પડશે અને સર્વેલન્સ સિસ્ટમ પર ભાર મુકવો પડશે. તેની સાથે જ ટેસ્ટ અને કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ પર ભાર મુકવો પડશે.

વિશ્વભરમાં અત્યાર સુધી 38 લાખ કેસ સામે આવ્યા છે જ્યારે અત્યાર સુધી તેનાથી અઢી લાખથી વધારે લોકોના મોત થયા છે. અત્યાર પણ રોજ 5000થી વધારે મોત થઈ રહ્યા છે. એવામાં ડર એ છે કે લોકડાઉન હટાવ્યા બાદ આ આંકડો ઝડપથી વધી શકે છે. જ્યારે વિશ્વની સામે વુહાનનું મોડલ પણ છે જ્યાંથી કોરોના ફેલાવવાનું શરૂ થયું હતું પરંતુ લાંબા લોકડાઉન બાદ જનજીવન પાટા પર આવવાનું શરૂ થઈ ગયું છે.