બેંગલોર સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં કેટલાક મોટા નામ સામે આવી રહ્યાં છે. પોલીસ કેટલાક પેડલર્સની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા પેડલર્સમાં આદિત્ય આલ્વાનું નામ પણ સામેલ છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે આદિત્ય આલ્વાના ઘર “હાઉસ ઓફ લાઇવ્સની તપાસ કરી હતી.


કોણ છે આદિત્ય આલ્વા

આદિત્ય આલ્વા પૂર્વ મંત્રી જીવરાજ આલ્વાના પુત્ર છે.  તેમની બહેન પ્રિયંકાના લગ્ન વિવેક ઓબેરોય સાથે થયા છે. તે નાતે  આદિત્ય વિવેક તેમનો સાળો છે.જેના કારણે સીસીબીથી આદિત્ય આલ્વેના  પરિવાર સાથે  ઓબેરોયના પરિવારના સાથે પણ પૂછપરછ થઇ હતી.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન ડ્રગ્સ એન્ગલ સામે આવતા કર્ણાટકમાં પણ ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો હતો. બેંગલોર ક્રાઇમ બ્રાન્ચ સતત આ મામલાની તપાસ કરી રહી હતી.