ડ્રગ્સ કેસમાં વિવેક ઓબેરોયના સાળા અલ્વાનું કનેકશન સામે આ્વ્યું છે. છેલ્લા પાંચ મહિનાથી પોલીસની નજરોથી ભાગતા ફરતા આદિત્ય આલ્વાની પોલીસે ધરપકડ કરી લીધી છે. કર્ણાટકના હાઇ પ્રોફાઇલ ડ્રગ કેસમાં આદિત્ય આલ્વા ડ્રસ્ગ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે.
પૂર્વ પ્રધાન સ્વર્ગસૃથ જીવરાજ અલ્વાનાઆદિત્ય આલ્વાના પુત્ર છે. નોંધનિય છે કે, કે પાંચ મહિના પહેલા જ પોલીસે ડ્રગ પેડલર્સ, સપ્લાયર્સ અને રેવ પાર્ટી ઓર્ગેનાઇઝર્સ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. ચોક્કસ બાતમીને આધારે પોલીસે તપાસ કર્યા બાદ ચેન્નાઇમાંથી આદિત્ય અલ્વાની ધરપકડ કરી છે.
પોલીસ અિધકારીના જણાવ્યા અનુસાર ડ્રગ કેસના આરોપી આદિત્ય અલ્વા સિવાય કન્ન્ડ ફિલ્મ અભિનેત્રી રાગિણી દ્વિવેદી, સંજ્જાના ગાલરાની, પાર્ટી ઓર્ગેનાઇઝર્સ વિરેન ખન્ના, આદિત્ય અગ્રવાલ, આરટીઓ કલાર્કની પણ આ કેસમાં સંડોવણી સામે આવતા આ તમામની અગાઉથી ધરપકડ થઇ ગઇ છે. ચેન્ન્ઇ પોલીસના જણાવ્યા મુજબ આદિત્ય આલ્વા કન્નડ સેબેલ્સને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
ઉલ્લેખનીય છે કે આદિત્ય અલ્વા બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયનો સાળો છે. પોલીસે વિવેક ઓબેરોયના મકાનની પણ તપાસ કરી રહી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આ રેકેટના આરોપીઓ કન્નડ ફિલ્મ અભિનેતાએ અને ગાયકોને ડ્રગ સપ્લાય કરતા હતાં.
ભાજપની નજીક મનાતા એક્ટરનો સાળો ડ્રગ્સ કેસમાં ઝડપાયો, જાણો બીજી કઈ કઈ એક્ટ્રેસ થઈ છે જેલભેગી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jan 2021 09:48 AM (IST)
ડ્ર્ગ્સ કેસમાં પાંચ મહિનાથી ભાગતા ફરતા હાઇપ્રોફાઇલ આદિત્ય આલ્વાની પોલીસે ચેન્નઇથી ધરપકડ કરી છે. ડ્ર્ગ્સ કેસમાં આદિત્ય આલ્વાની શું ભુમિકા હતી જાણીએ...
- - - - - - - - - Advertisement - - - - - - - - -