Coronavirusકોરોના વાયરસની બીજી લહેરએ આતંક મચાવ્યો છે. આ બીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. કેમ આ બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને શા માટે વધુ ઘાતક સાબિત થઇ રહી છે. જાણીએ નિષ્ણાતનો મત


કોરોના વાયરસ દુનિયા માટે મોટા પડકાર બની ગયો છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. મંગળવારે દેશમાં 1.07  લાખ નવા કેસ નોધાયા. કેન્દ્ર સરકારે પણ ચેતાવણી આપી છે કે, આગળના ચાર સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


બીજી લહેરમાં સંક્રમણ કેમ ઝડપથી ફેલાઇ રહ્યું છે?


કોરોનાની (corona) સતત કેસ છતાં પણ દેશ અને દુનિયામાં ક્યાં હર્ડ ઇમ્યુનિટી જેવું નથી દેખાતુ. આ સ્થિતિમાં કોરોના અંત પર સવાલ ઉભા થવા સ્વાભાવિક છે. પહેલા તો કોરોના મહામારીની પહેલી લહરમાં 97 હજાર સુધી કેસ પહોંચતા સેપ્ટેમ્બર સુધીનો સમય લાગ્યો હતો. તો આ વર્ષે તો ફેબ્રુઆરી અને માર્ચથી 67 હજાર કેસ આવી ચૂક્યાં હતા. તો સવાલ થવો સ્વાભાવિક છે કે, બીજી લહેરમાં સંક્રમણની ઝડપનું મુખ્ય કારણ શું છે. ?


નિષ્ણાતોના મત મુજબ દુનિયાના દરેક દેશમાં બીજી લહર વધુ ખતરનાક સાબિત થઇ રહી છે. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. જ્યારે લોકો બેદરકાર બને છે. ત્યારે વાયરસ માટે ફેલાવાવની વધુ અનુકૂળતા મળી જાય છે.  


રફતારનું મુખ્ય કારણ


કોરોનાની રફતારનું મુખ્ય કારણ ન્યૂ વેરિઅન્ટ છે. નિષ્ણાંત મુજબ આ જે નવું કોરોના સ્ટ્રેન છે તે વધુ સંક્રમક હોવાથી ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં ફેલાઇ રહેલા વાયરસમાં  ન્યુ ડબલ મ્યૂટેન્ટની જાણ થઇ છે. જે વધુ ઝડપથી અને સંક્રમક છે.


દેશના 18 રાજ્યોમાં વેરિઅન્ટ ઓફ કંસનર્સ (VOCs) જોવા મળ્યું છે. ટૂકમાં કોરોના વાયરસના નવા નવા સ્ટ્રેન જોવા મળી રહ્યાં છે. જે શરીર પર અલગ અલગ રીતે પ્રભાવ પાડી રહ્યાં છે અને સંક્રમક વધુ હોવાથી સંક્રમણ પણ વધી રહ્યું છે.