યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ ત્યાં ભણતાં વિદ્યાર્થીઓ હવે અન્ય દેશની સરહદેથી થઈને ભારત પરત ફરી રહ્યા છે. યુક્રેનમાં મોટેભાગે ભારતમાંથી ડોક્ટરનો અભ્યાસ એટલે કે એમબીપીએસ કરવા વધારે જાય છે. ત્યારે સવાલ એ છે કે વિદ્યાર્થીઓ રાજ્ય છોડીને યૂક્રેનમાં જ કેમ ડોક્ટરનો અભ્યાસ કરવા જાય છે. આવો જાણીએ તેના વિશે.


નિષ્ણાંતોનું કહેવું છે કે, ગુજરાતમાં એમબીબીએસ કરવું ખુબ મોંઘુ છે જયારે વિદેશમાં ખુબ સસ્તું છે. સરકારી મેડીકલ કોલેજમાં એમબીપીએસ કરવું હોય તો તેના માટે વિદ્યાર્થીએ ખૂબ જ ઊંચા મેરીટમાં સ્થાન મેળવવું પડે. સરકારી મેડીકલ કોલેજમાં વાર્ષિક ફી માત્ર 25 હજાર રૂપિયા છે જ્યારે ખાનગી મેડીકલ કોલેજ કે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને એક વર્ષ માટે અંદાજે 20 લાખ રૂપિયા જેટલી ફી ભરવી પડે છે. એમબીબીએસનો અભ્યાસ પાંચ વર્ષનો હોય ખાનગી કોલેજમાં એક વિદ્યાર્થીનો ખર્ચ 1 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. જ્યારે આ જ સમાન કોર્સ યુક્રેન દેશમાં માત્ર 22 લાખ રૂપિયામાં થઈ જાય છે જેમાં રહેવા-જમવા, હોસ્ટેલ, શિક્ષણ સહીતની તમામ ફી અને ખર્ચાનો પણ સમાવેશ થઇ જાય છે.


ગુજરાતમાં મેડીકલમાં પ્રવેશ માટે કુલ 5508 સીટ છે જ્યારે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના સંખ્યા 15000થી વધારે થાય છે. એક અંદાજ મુજબ રાજ્યમાંથી 2000 જેટલા વિદ્યાર્થીઓ મેડીકલનો અભ્યાસ કરવા વિદેશ જાય છે.


જ્યારે દેશની વાત કરીએ તો કુલ મેડીકલ સીટની સંખ્યા 60થી 65 હજાર આસપાસ છે તેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ જેટલી થાય છે જેના કારણે બજારો વિદ્યાર્થીઓ મેડીકલનો અભ્યાસ કરવા વિદેશ જાય છે.


દેશમાં ઉંચું મેરિટ અને ફી સહિતનો ખર્ચ પરવડે તેમ હોતો નથી. તેના કારણે વિદેશ જનારા વિદ્યાર્થીઓમાં ઓછા ટકા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાનું કહેવાય છે. કારણ કે વિદેશની કોલેજમાં પ્રવેશ સરળતાથી મળે છે અને


નોંધનીય છે કે, વિદેશમાં MBBSનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ ભારતમાં પ્રેક્ટીસ કરવી હોય તો એનએમસીની પરીક્ષા આપવી પડે છે.