Why do Toilet Door cut : કોઈ પણ વાર હોય કે તહેવાર હોય. ખરીદી કરવાની હોય કે પછી ફિલ્મ જોવાની હોય શોપિંગ મોલ કે થિયેટરમાં જવું સામાન્ય બની ગયું છે. તો બહાર ફરવા જવાનું થાય ત્યારે હોટલમાં પણ રોકાવવાનું થતું જ હોય છે. અહીં ટોયલેટ એક ખાસ પ્રકારના બનાવવામાં આવેલા હોય છે. ત્યાંના દરવાજા નીચેથી કાપેલા જોવા મળશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દરવાજા નીચેથી કેમ કાપવામાં આવે છે?
આ પ્રકારના દરવાજા પાછળ અનેક કારણ છે. દરવાજાની આ ડિઝાઇન કરવા પાછળ ઘણા હેતુઓ છે. આ પ્રકારના દરવાજાઓ પાછળનું એક કારણ રોમિયો પર લગામ લગાવવાનું પણ છે. તો ચાલો જાણીએ કે આવા કિમીયા કેમ અજમાવવામાં આવે છે?
ઈમરજન્સી સ્થિતિ માટે હોય છે આ નાના દરવાજા
જો શૌચાલયનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિની તબિયત બગડે તો તેને સરળતાથી બહાર કાઢી શકાય છે. મોલમાં બાળકો પણ જતા હોય છે. જો તેઓ ભૂલથી પોતાની જાતને તેમાં લોક કરી દે તો તેમને કોઈ પણ ટેન્શન વગર બહાર કાઢી શકાય છે.
સફાઈ કરવામાં રહે છે સરળતા
શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ અથવા કોઈપણ જાહેર શૌચાલયનો દિવસભર ઉપયોગ થાય છે. આ સ્થિતિમાં સફાઈમાં સમસ્યા પણ ઉભી થાય છે. એટલા માટે અહીંના દરવાજા નીચેથી કાપવામાં આવ્યા છે કારણ કે તળિયાને સરળતાથી સાફ કરી શકાય છે. જેથી શૌચાલય સ્વચ્છ રહે.
રોમિયો પર લગામ લગાવવા
કેટલાક લોકો સેક્સુઅલ એક્ટિવિટી માટે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા લાગે છે. આ સ્થિતિમાં જો દરવાજા નીચેથી કાપી નાખવામાં આવે છે, તો તે લોકોને કોઈ જાતની પ્રાયવસી મળી શકશે નહીં અને તેઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકશે નહીં.
ધૂમ્રપાન કરનારાઓ માટે
જો બંધ શૌચાલયમાં ધૂમ્રપાન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી બની શકે છે. તમે જાણો છો કે આ સ્થળોએ લોકો ધૂમ્રપાન કરે છે. આવી સ્થિતિમાં બંધ શૌચાલયમાં ધુમાડો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે આ દરવાજાને નીચેથી કાપી નાખો તો આ સમસ્યાથી બચી શકાય છે.