corona virus:હાલ દુનિયામાં કોરોનાના લાખો દર્દીઓ છે. આ બીમારીમાં અત્યાર સુધીમાં લાખોના મોત થઇ ગયા છે. આ સ્થિતિમાં આપે બહુ સતર્ક અને સચેત રહેવાની જરૂર છે. કોરોના હળવા લક્ષણો દેખાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
ભારતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિમાં લોકોને સચેત રહેવાની જરૂર છે. બીજી લહેરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં નવો મ્યૂટન્ટ વાયરસ વધુ સંક્રામક છે. તે વ્યક્તિના લંગ્સ પર તેની અસર છોડી રહ્યો છે. કેટલાક દર્દીના બંને ફેફસાં કોરોના વાયરસના કારણે સંક્રમિત થઇ જાય છે. આ સ્થિતિને ડબલ ન્યુમોનિયા કહે છે એટલે તેમાં દર્દીના બંને ફેફસાં પર અસર પડે છે. તો આવો જાણીએ શું છે ડબલ ન્યૂમોનિયા અને કેવી રીતે તે કોરોનાના દર્દીને અસર કરી રહ્યો છે.
કોરોનાના દર્દીને કેમ થઇ રહ્યો છે ડબલ ન્યુમોનિયા
ડોક્ટર્સનું કહેવું છે કે, ન્યુમોનિયામાં માત્ર 1 ફેફસાંમાં જ ઇન્ફેકશન થાય છે. જેમાં વાયરસ શરીરમાં જઇને ફેફસાનાં એક ભાગને પ્રભાવિત કરે છે. જો કે હાલ કોવિડના દર્દીના બંને ફેફસાં સંક્રમિત થઇ રહ્યાં છે. આ મુદ્દે ડોક્ટરનું કહેવું છે કે, વાયરસના કારણે બંને ફેફસાં સંક્રમિત નથી થતાં પરંતુ શરીરનો ઇમ્યૂન સિસ્ટમ વાયરસની સાથે લંગ્સને પ્રભાવિત કરે છે. આ ઇમ્યૂન રિસ્પોન્સ આપણા શરીરના કોઇ પણ પાર્ટને ઇન્ફેક્ટ કરે છે. સાધારણ ભાષામાં સમજીએ તો શરીરની એન્ટીબોડી જ ફેફસાંને પ્રભાવિત કરે છે. મેડિકલની ભાષામાં તેને સાઇટોક્રોમ સ્ટોર્મ અને સામાન્ય ભાષા કે સામાન્ય ભાષામાં ડબલ નિયોમીનિયા કહે છે.
શું છે ડબલ નિમૉનિયાના લક્ષણો.....
- ખાસી આવવી
- છાતીમાં દુઃખાવો થવો
- શ્વાસ રુંધાવો
- ઓક્સિજનનુ લેવલ ઓછુ થવુ
- કન્ઝેક્શન
- તાવ
- બ્રીથિંથ રેટ વધવો
- શરીરમાં બહુજ થાક રહેવો
- ડાયેરિયા
- માનસિક સ્વાસ્થ્ય પર અસર
- નકસીર જેવા લક્ષણો હોઇ શકે છે
ડબલ નિમૉનિયા કેટલો ખતરનાક છે?
ડૉક્ટરોનુ માનીએ તો કોરોનામાં 99 ટકા મોત ફેફસા બગડવામાં કારણે થઇ રહ્યાં છે. જેમાં 10 ટકાથી વધુ દર્દીઓના મોત ડબલ નિમૉનિયાના કારણે થયા છે. જોકે એ નથી કહી શકાતુ કે જો તમને ડબલ નિમૉનિયા છે તો તમે ઠીક નહીં થઇ શકો, પરંતુ જો તમને કોઇપણ પ્રકારની પરેશાન છે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
ઘરમાં કઇ રીતે અને ક્યારે કરી શકો છો ડબલ નિમૉનિયાનો ઇલાજ?
1. જો તમારા ફેફસા વધુ પ્રભાવિત નથી થયા.
2. જો તમારુ ઓક્સિજન લેવલ બરાબર છે.
3. વધુ ખાંસી નથી આવી રહી અને તાવનુ પ્રમાણ ઓછુ છે.
4. શ્વાસ નથી ચડતો, તો તમે ઘરમાં જ ઇલાજ કરી શકો છો.
5. ફેફસાને હેલ્ધી રાખવા માટે દર્દીઓને પ્રૉન એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે.