Corona Virus: કોરોનાનું સંક્રમણ વધતાં વાયરસ સામે લડવા માટે વેક્સિન (vaccine) જ મજબૂત હથિયાર છે. જો કે વેક્સિનેટ થયેલા વ્યક્તિ  સંક્રમિત થયાં લોકોમાં વેક્સિનને લઇને પણ શંકા કુશંકા જાગી રહી છે. આ સ્થિતિમાં વેક્સિન મુદ્દે સ્પષ્ટતા હોવી જરૂરી છે. આ મુદે અમે એકસપર્ટનો મત જાણવાની કોશિશ કરી. તો જાણીએ એકસપર્ટનો આ મામલે શું મત છે.


વેક્સિન મામલે એક્સપર્ટની સ્પષ્ટતા


કોરોના વેક્સિન અસરકારક છે



  • વેક્સિનેટ થયા બાદ સંક્રમણ ઘાતક નથી બનતું

  • વેક્સિનેટ થયા બાદ ઇમ્યુનિટી ડેવલપ થાય છે

  • દરેક વ્યક્તિમાં એક સમાન ઇમ્યુનિટી(immunity) ડેવલપ નથી થતી

  • કેટલાક વ્યક્તિમાં વેક્સિનેટ થયા બાદ સારી ઇમ્યુનિટી ડેવલપ થાય છે

  • આવી વ્યક્તિમાં સંક્રમણની શક્યતા નહિવત રહે છે

  • કેટલીક વ્યક્તિમાં વેક્સિનેટ બાદ સામાન્ય ઇમ્યુનિટી ડેવલપ થાય છે

  • સામાન્ય ઇમ્યુનિટી ડેવલપ થાય છે, તેવા કેસમાં સંક્રણમણની શક્યતા છે

  • વેક્સિનેટ થયા બાદ સંક્રમણ એટલું ઘાતક નથી બનતું

  • વેક્સિનેટ વ્યક્તિ ઝડપથી રિકવર થાય છે

  • વેક્સિનેટ થયા બાદ પણ માસ્ક સહિતની સાવધાની રાખવી જરૂરી છે

  • વેક્સિનના બંને ડોઝ લીધાના 30 દિવસ બાદ શરીર પર તેનો પ્રભાવ જોવા મળે છે


તો ટૂંકમાં કહીએ તો કોરોના વેક્સિન લેવું જરૂરી છે અને વેક્સિનથી સંક્રમણની ઘાતક અસરથી બચી શકાય છે. વેક્સિનેટ થયેલી વ્યક્તિ માટે કોરોના જીવલેણ સાબિત નથી થતો. ઝડપથી રિકવરીની શક્યતા વધી જાય છે.  દરેક શરીર પર તેમની ઓછી વધતી અસર જોવા મળે છે. તેથી જ વેક્સિન લીધા બાદ સંક્રમણથી બચવા માસ્ક, હેન્ડવોશ અને સામાજિક અંતર જરૂરી છે.


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 76,30,525 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,84,583 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 86,15,108 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.