નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના સ્થાપના દિવસના પ્રસંગે કહ્યું કે મોદી સરકાર આવાનારા દિવસોમાં આઇપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં ફેરફાર કરવાની છે. તેમને કહ્યું કે, દેશભરમાં ફૉરેન્સિક સાયન્સની જાળ બિછાવીશુ. 6 વર્ષથી વધુ સજા વાળા ગુનાઓમાં ફૉરેન્સિક તપાસને જરૂરી કરીશે. આ માટે અમારા યુવાઓની જરૂરિયાત રહેશે. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, આને લઇને વડાપ્રધાન મોદીએ નેશનલ ફૉરેન્સિક સાયન્સ યૂનિવર્સિટીની સ્થાપના કરી, જે અત્યાર સુધી 9 રાજ્યોમાં કેમ્પસ ખોલી ચૂકી છે. આવાનારા 2 વર્ષોમાં દરેક રાજ્યમાં આ કેમ્પસ હશે. 


અમિત શાહે કહ્યું કે, કાનૂનમાં ફેરફારથી પ્રશિક્ષિત મેનપાવર મળશે, તેમને કહ્યું કે, દિલ્હીમાં તમામ દેશોના દૂતાવાસ છે. રાષ્ટ્રપતિથી લઇને તમામ મોટો લોકો અહીંયા છે. આખી દુનિયામાં દિલ્હી પોલીસની પ્રસંશા થાય છે. હું આ 75 વર્ષના સફરમાં જે કર્મીઓને પોતાનો જીવ ગુમાવ્યો, તેના અમર બલિદાનને શ્રદ્ધાંજલિ આપુ છે. વળી, એએસઆઇ શંભુ દયાલને ગૃહમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી. 


ગૃહમંત્રીએ દિલ્હી પોલીસને કરી પ્રસંશા - 
અમિત શાહે કહ્યું કે, આઝાદી પહેલા પોલીસના કામમાં સેવાનુ સુત્ર ન હતુ, અંગ્રેજોના હિતોની રક્ષા કરવાનો હેતુ હતો. તેને કહ્યું કે આઝાદી બાદ દિલ્હી પોલીસ સેવા, શાંતિ અને ન્યાયની સાથે આગળ વધી, આ 75 વર્ષમાં દિલ્હી પોલીસે ઘણાબધા ફેરફાર કર્યા છે. 


વિશ્વ સદીની ભયાનક મહામારીમાંથી પસાર થયુ, તે દરમિયાન પોલીસનુ માનવીય ચેહરો સામે આવ્યો. જેને તેમની છબીને બદલવાનુ કામ કર્યુ. આ દરમિયાન હજારો પોલીસ કર્મીઓ કોરોનાગ્રસ્ત થયા છતાં હંસતા ચહેરે દેશની સેવા કરતા રહ્યાં. તેમને પોતાનુ કામ ચાલુ રાખ્યુ. 


Paper Leak: હવે નહીં થાય પેપર લીક ? જાણો શું છે આયોજન


Paper Leak Cases Update: પેપર લીક કૌભાંડીયાની હવે ખેર નથી. રાજ્યમાં સરકારી ભરતી એજંસી દ્વારા લેવાતી ભરતી પરીક્ષામાં પેપર ફૂટી જવાના મુદ્દાની તપાસ કરીને ગૃહ વિભાગને ભલામણ કરાઈ કે પ્રશ્ન પત્રો ફૂટી જવાના વિરુદ્ધ ખાસ કાયદો  અધિનિયમન કરી સત્વરે પ્રશ્ન પત્રો ફૂટી જવાના મુદ્દાનો ઉકેલ જરૂરી હોવાથી આવી પ્રવૃતિઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત જાહેર સેવા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક 2023 તૈયાર કરાયો છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. ઉપરાંત પરીક્ષા વ્યવસ્થા પાછળનો તમામ ખર્ચ વસૂલવાની જોગવાઈ છે. વિધેયકમાં બિન જામીન પાત્ર અને બિન માંડવાળપાત્રની જોગવાઈનો સમાવેશ છે.


વિધેયકમાં પરીક્ષાર્થીઓએ મેળવેલી અનઅધિકૃત મદદ, ગેરરીતિ કરવા કે આચવાને અટકાવવા બાબતોનો સમાવેશ કરાયો છે. ઉપરાંત પ્રશ્નપત્ર અને ઉત્તરવહી તથા ઓએમઆર શીટ અનઅધિકૃત કબ્જો લેવાય તેની સામે કાર્યવાહીનો પણ સમાવેશ છે. પરીક્ષા કાર્ય સોંપવામાં આવ્યું હોય અથવા તેવી કોઈ વ્યક્તિ થકી પેપર ફૂટી જતું અટકાવવા બાબતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં પ્રવેશ પર પ્રતિબંધ તથા જાહેર પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર સિવાય કોઈ સ્થળનો ઉપયોગ ન કરવાનો સમાવેશ છે.


23 પ્રકારની જોગવાઈઓ સાથે પેપર ફોડનાર કૌભાંડીઓ વિરુદ્ધ તખ્તો તૈયાર કરાયો


વ્યવસ્થાપક મંડળ, સંસ્થા કે અન્ય થકી કરવામાં આવતાં ગુના સામે કાર્યવાહીનો પણ સમાવેશ છે. મદદ કરવા પર મનાઈ, ગુનો અને તેની શિક્ષા દોષિત ઠરેથી બાકાત રાખવાનો પણ સમાવેશ છે. 23 પ્રકારની જોગવાઈઓ સાથે પેપર ફોડનાર કૌભાંડીઓ વિરુદ્ધ તખ્તો તૈયાર કરાયો છે. પેપર લીક દોષી પરીક્ષાર્થીને 2 વર્ષ માટે જાહેર પરીક્ષાથી બાકાત રખાશે. પેપર લીક કે કાવતરું કરનાર દોષીની જંગમ, સ્થાવર મિલ્કતનું વેચાણ કરી વસૂલાત કરવામાં આવે તેવી પણ જોગવાઈ છે.