નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં પરિસ્થિતિ એટલી બેકાબૂ થઈ છે કે ત્યાં રાજ્ય સરકારે કડક પગલા ઉઠાવવા પડી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિ અને 11 રાજ્યોમાં સંક્રમણ વધતા શુક્રવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના સચિવો, ડિજીપી અને સ્વાસ્થ્ય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.
ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું કે દેશના એવા 11 રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશ છે જ્યાં છેલ્લા વર્ષે આવેલા કોરોના(Corona)ના રેકોર્ડ કેસને પાર કરી ગયા છે અથવા તો તેની નજીક પહોંચી ગયા છે. કોરોનાના વધતા કેસને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ ખે ચે શું દેશમાં લોકડાઉન આવી શકે છે? જાણો જે રાજ્યો કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે તેમનું લોકડાઉન વિશે શું કહેવું છે.
દિલ્હીમાં વધતા કોરોના કેસને લઈને મુખ્યમંત્રીએ શુક્રવારે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન લગાવાવનો કોઈ વિચાર નથી અને જો ભવિષ્યમાં જરૂર પડી તો લોકો સાથે વાતચીત કરીને નિર્ણય લેવામાં આવશે.
પુણેમાં આંશિક લોકડાઉન
મહારાષ્ટ્રમાં પુણેમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એ સપ્તાહ માટે સાંજે છથી સવારે 6 સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. દરેક પ્રકારના મોલ અને સિનેમા હોલ, રેસ્ટોરન્ટ, ખાવાની દુકાન વગેરે બંધ રહેશે. માત્ર હોમ ડિલીવરીની સેવા ચાલુ રહેશે. સ્કૂલ કોલેજ પણ 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યા છે. દેશમાં જેટલા કેસ આવી રહ્યા છે તેના અડધા કેસ એક મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે. એવામાં સરકાર લોકડાઉન વિશે વિચારી તો શકે છે પરંતુ સહયોગી પાર્ટી સાથ નથી આપી રહી. બીજી બાજુ ભાજપ પણ મહારાષ્ટ્રમાં લોકડાઉન વિરૂદ્ધમાં છે.
યૂપીમાં પ્રશાસન કડક
ઉત્તર પ્રેદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધોરણ 8 સુધીની તમામ સ્કૂલ 11 એપ્રિલ સુધી બંધ કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે શિક્ષકોએ સ્કૂલોમાં આવવું ફરજિયાત હશે. ઉપરાંત ધોરણ 9થી 12 સુધીના ક્લાસમાં બાળકો સ્કૂલમાં આવે ત્યારે કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. જો એવું નહીં થાય તો સ્કૂલ વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવશે.
કોરોના પર કેબિનેટ સચિવની બેઠક
કેબિનેટ સચવિ રાજીવ ગૌબાએ કોરોનાની સ્થઇતિ પર શુક્રવારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોની સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. આ દરમિયાન ખાસ એ 11 રાજ્યોની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી જ્યાં સ્થિતિ વધારે ચિંતાજનક છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, કર્માટક, છત્તીસગઢ, કેરળ, ગુજરાત, મધ્ય પ્રદેશ, હરિયાણા, તમિલનાડુ અને ચંદીગઢ સામેલ છે. મહારાષ્ટ્રની સ્થિતિ પર વિશેષ ચિંતા વ્યક્ત કરવામાં આવી. 31 માર્ચ સુધીના આંકડા અનુસાર વિતેલા 14 દિવસમાં જ આ 11 રાજ્યોમાં કોરોનાના 90 ટકા કેસ આવ્યા છે. જ્યારે કુલ 90.5 ટકા મોત પણ આ રાજ્યમાં જ થયા છે.