તેમણે આગળ કહ્યું, સરહદ પર ઘર્ષણ અને ઉશ્કેરણી વગર સૈન્ય કારવાઈના મોટા ઘર્ષણમાં ફેરવાઈ જવાની શક્યતા નકારી ન શકાય. જ્યારે પાકિસ્તાન વિશે તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પાક સતત છમકલા અને ભારત વિરૂદ્ધ દુષ્ઠ નિવેદનબાજીને કારણે ભારત અને પાકિસ્તાન સંબંધ વધારે ખરાબ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદાખમાં હાલ હાડ થીજાવતી ઠંડીમાં ભારતના લગભગ 50 હજાર સૈનિકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પર્વતીય ઊંચાઈઓ પર તૈનાત છે. છ મહિનાથી ચાલી રહેલા આ તણાવને લઈને બંને દેશો વચ્ચે અનેક તબક્કાની વાતચીતનું અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ નથી આવ્યું.
અધિકારીઓના જણાવ્યા નુસાર ચીની સેનાના પણ લગભગ 50 હજાર સૈનિકો તૈનાત કરી રાખવામાં આવ્યા છે. ભારતનું કહેવું છે કે સૈનિકો હટાવવા અને તણાવ ઓછો કરવા માટેની જવાબદારી ચીનની છે.