નવી દિલ્હીઃ હાલમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ છે. આ ચૂંટણીમાં કુલ 4 રાજ્યોમાં ભાજપની સરકારે સત્તા  મેળવી છે. જેમાં યુપીમાં પણ ભાજપની સરકાર બની છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, યૂપીમાં ઈવીએમ બદલવાને કારણે હવે 142 બેઠકો પર ફરીથી ચૂંટણી કરનાવાવના આદેશ આપવામાં આવ્યા છે. વાયરલ મેસેટમાં એક તસવીર શેર કરવામાં આવી રહી છે જે નેશનલ ટીવીની યૂટ્યુબ ચેનલનો થમ્બનેલ ફોટો છે.


આ વાયરલ મેસેજ અનુસાર પ્રકાશિત વીડિયોમાં એક ઓડિયો ક્લિપમાં ચૂંટણીમાં ધાંધલ ધમાલ અને ચૂંટણી પંચ દ્વારા 142 બેઠકો પર ફરીથી ચૂંટણી કરાવવાનો દાવો કરવામાં આવ્યો છે.


જોકે આ મામલે ભારત સરકારના પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા તપાસ કરવામાં આવી છે અને આ વાયરલ મેસેજને ખોટો ગણાવવામાં આવ્યો છે. સરકારી ફેક્ટ ચેકિંગ સંસ્થા PIB ફેક્ટ ચેકે પણ પોતાની તપાસમાં આ દાવાને ખોટો ગણાવ્યો છે.






પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને કહ્યું છે કે, “ નકલી તસવીર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે EVM બદલવાના કારણે 142 સીટો પર ફરીથી ચૂંટણી થશે. #PIBFactCheck. ઈવીએમ બદલવાનો દાવો ખોટો છે. @ECISVEEP દ્વારા 142 બેઠકો માટે પુનઃ મતદાનની જાહેરાત કરવામાં આવી નથી. મહેરબાની કરીને આવા ભ્રામક વિડિયો શેર કરશો નહીં”


PIB ફેક્ટ ચેક શું છે?


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.