Speed Limit of Vehicles: સમગ્ર દેશમાં વાહનો માટે નવી સ્પીડ લિમિટ લાગુ થઈ શકે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ બાબતને લઈને ઈશારો કર્યો છે. ગડકરીએ આજે રાજ્ય સભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વિવિધ હાઈવે પર વાહનોની નવી સ્પીડ લિમિટ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.


કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નિયમોના આધારે અને રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઈને ટુ લેન અને ફોર લેન સહિત વિવિધ હાઈવે પર નવી સ્પીડ લિમિટ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.


દર વર્ષે પાંચ લાખ અકસ્માતો : ગડકરી


નીતિન ગડકરીએ ખેદ વ્યક્ત કર્યો હતો કે, માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને દર વર્ષે પાંચ લાખ અકસ્માતો થાય છે. તેમણે કહ્યું હતું કે, આ અકસ્માતોમાં જેટલા લોકો મૃત્યુ પામે છે તેટલા લોકો કોઈ રોગચાળા, લડાઈ કે રમખાણોમાં પણ મૃત્યુ નથી પામતા.


કેન્દ્રે કહ્યું હતું કે, સરકાર આવી ઘટનાઓને અંકુશમાં લેવા માટે સતત પગલાં લઈ રહી છે અને લોકોમાં જાગૃતિ અને અન્ય પગલાંની સાથે સેલિબ્રિટીઓનો સહયોગ પણ લેવામાં આવી રહ્યો છે.


'સરકાર નવા હાઈ-લેવલ રોડ બનાવી રહી છે'


ગડકરીએ કહ્યું હતું કે, સરકાર નવા અને હાઈ-લેવલ રોડ બનાવી રહી છે જેનાથી ઘણા શહેરો વચ્ચેનું અંતર ઘટી શકે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, આ નવા રસ્તાઓના નિર્માણ પછી, દિલ્હીથી ચંદીગઢનું અંતર ઘટીને અઢી કલાક થઈ જશે, જ્યારે જયપુર, દેહરાદૂન અને હરિદ્વાર દિલ્હીથી બે કલાકમાં પહોંચી શકાશે.


ઉલ્લેખનીય છે કે, મોદી સરકારમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની ગણતરી સૌથી કામગરા મંત્રી તરીકેની થાય છે. તેઓ બેસ્ટ પર્ફોર્મર તરીકે ઉભરી આવ્યા છે. મોદી સરકારના બંને કાર્યકાળમાં તેઓ આ જ મંત્રાલય સંભાળી રહ્યાં છે. નીતિન ગડકરીએ મંત્રી પદ સંભાળ્યા બાદ હાઈવે અને બ્રિજના કામમાં મહત્વપૂર્ણ ક્રાંતિ આવી છે. 


કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી બોલ્યા - 'જે દિવસે પદ જાય ત્યારે બધુ ખતમ થઈ જાય છે'


સમગ્ર દેશમાં વાહનો માટે નવી સ્પીડ લિમિટ લાગુ થઈ શકે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ બાબતને લઈને ઈશારો કર્યો છે. ગડકરીએ આજે રાજ્ય સભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વિવિધ હાઈવે પર વાહનોની નવી સ્પીડ લિમિટ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.


કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નિયમોના આધારે અને રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઈને ટુ લેન અને ફોર લેન સહિત વિવિધ હાઈવે પર નવી સ્પીડ લિમિટ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.