નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronavirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases in India) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.84 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થયા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1027 લોકોના મોત થયા છે. જોકે 82,339 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 38 લાખ 73 હજાર 825


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 23 લાખ 36 હજાર 036


કુલ એક્ટિવ કેસ - 13 લાખ 65 હજાર 704


કુલ મોત - 1 લાખ 72 હજાર 085


 11 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 11 લાખ 79 હજાર 578 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ


13 એપ્રિલઃ 1,61, 736


12 એપ્રિલઃ 1,68,912


11 એપ્રિલઃ 1,52, 879


10 એપ્રિલઃ 1,45,384


9 એપ્રિલઃ 1,31,968


8 એપ્રિલઃ 1,26,789


7 એપ્રિલઃ 1,15,736


6 એપ્રિલઃ 96,982


5 એપ્રિલઃ 1,03,558


Monsoon 2021: કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે શું આવ્યા ખુશીના મોટા સમાચાર ?  જાણો વિગત