કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં આ સાત રાજ્યોમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લદાય એવી અટકળો ચાલી રહી છે પણ સત્તાવાર રીતે એવી કોઈ જાહેરાત કરાઈ નથી. સત્તાવાર રીતે આ સાત રાજ્યોમાં કોરોનાની ચેઈન તોડવા માટે સંપૂર્મ લોકડાઉ લદાશે એવી વાતોને સમર્થન પણ નથી મળતું.
જો કે આ સાત રાજ્યોમાં કોરોનાની સ્થિતી વધુ ને નધુ ગંભીર બની રહી છે એ હકીકત છે. આ સાત રાજ્યોમાં જ દેશના કુલ કોરોના કેસના 66 ટકા કેસો નોંધાયા છે. દેશમાં કોરોનાના કારણે થતાં મૃત્યુમાંથી 77 ટકા મોત પણ આ સાત રાજ્યોમાં જ થયાં છે તેથી મોદીએ આ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવાનો નિર્ણય લીધો છે.
મોદી સરકાપ પહેલાં જ કહી ચૂકી છે કે, હવે દેશમાં ફરી લોકડાઉન નહી લદાય પણ આ રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતે લોકડાઉ લાદવાનો નિર્ણય લઈ શકે છે.