અમિત શાહે કહ્યુ કે, વિપક્ષ CABને લઇને North Eastમાં આગ ભડકાવવાનું કામ કરી રહ્યો છે. હું આસામ અને નોર્થ ઇસ્ટના તમામ રાજ્યોને કહું છું કે તમારી સંસ્કૃતિ, ભાષા અને સામાજિક ઓળખ અને અધિકાર યથાવત રહેશે. મેઘાલયની કોઇ સમસ્યા હશે તો તેની સકારાત્મક રીતે સમાધાન નીકાળીશું. કોઇને ડરવાની જરૂર નથી.
શાહે કહ્યું કે , અમે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો ભોગ બનેલા શરણાર્થીઓ માટે લાવ્યા તો કોગ્રેસના પેટમાં દર્દ થયું છે. તે આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવે છે. ટ્રિપલ તલાક અને 370 કલમ હટાવી તો તેને મુસ્લિમ વિરોધી ગણાવી. અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો તેને પણ મુસ્લિમ વિરોધી ગણાવે છે. શાહે પૂર્વોત્તરના લોકોને આશ્વાસન આપ્યું કે આ કાયદાથી તેમની સંસ્કૃતિ, ભાષા, સામાજિક ઓળખ અને રાજકીય અધિકાર પ્રભાવિત નહી થાય. નરેન્દ્ર મોદીની સરકાર તેની રક્ષા કરશે.