અભિનંદનને લેવા માટે સિનિયર અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચ્યા હતા. સેનાની 4 ગાડીઓ વાઘા બોર્ડર પહોંચી હતી. અભિનંદનનો પરિવાર પણ વાઘા બોર્ડર પર હાજર રહ્યો હતો. અભિનંદન પાકિસ્તાનની પરત આવ્યા બાદ પહેલા અમૃતસર જશે. ત્યાર બાદ વાયુસેનાના વિમાનમાં દિલ્હી આવશે.
ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને એર સ્ટ્રાઈક કરીને જૈશના આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારપછી પાકિસ્તાને પણ એ સ્ટ્રાઈકનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનોએ તેમને ખદેડી મૂક્યાં હતા. આ દરમિયાન ભારતનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં આવેલા કાશ્મીરમાં સુરક્ષીત ઉતરી ગયા હતા. ત્યારપછી પાકિસ્તાન આર્મીએ તેમને બંધક બનાવી દીધા હતા.