દિલ્હીમાં સમાન્ય ધૂમ્મસ અને ઝાકળ પડવાથી વિઝિલિલિટી ઓછી થઇ ગઇ છે, અને ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઇ છે. કાલે શહેરમાં હવાની ગુણવત્તા સૂચકાંક 364 રહ્યો હતો. જે એકદમ ખરાબ શ્રેણીમાં આવે છે.
હવામાન વિભાગે જણાવ્યુ કે, દિવસે આકાશ મોટાભાગે સાફ રહેવા અને મેક્સિમમ તાપમાન લગભગ 14.3 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 8.3 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
પંજાબ, હરિયાણામાં તાપમાનનો પારો ગગડ્યો. બન્ને રાજ્યોમાં શીતલહેર જામી ગઇ છે. ઓછી વિઝિબિલિટી અને પરિવહન અને રેલવે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. કેટલીક જગ્યાએ 100 મીટરથી ઓછી થઇ ગઇ છે. હાલ સામાન્યથી 9 થી 11 ડિગ્રી નીચે તાપમાન રહ્યું હતુ.