નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇમાં  દાન આપવાની વડાપ્રધાન મોદીની અપીલ પર કોર્પોરેટ જગત કરોડો રૂપિયા દાન આપી રહ્યું છે. પીએમ કેયર્સ ફંડમાં હજારો કરોડો રૂપિયા એકઠા થઇ ગયા છે. આ વચ્ચે અઝીમ પ્રેમજીનું વિપ્રો ગ્રુપે કોરોના સામે 1125 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ગ્રુપ આ રકમ વડાપ્રધાન કેયર્સ ફંડમાં દાન આપશે નહી. આ રકમ પોતાના ફાઉન્ડેશન દ્ધારા ખર્ચ કરશે.



વિપ્રો ગ્રુપે એક નિવેદનમાં કહ્યું કે, કોરોના સંકટને જોતા વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઇઝ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સાથે મળીને 1125 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પૈસા પ્રભાવિત વિસ્તારમાં માનવીય સહાયતા, સ્વાસ્થ્ય સુવિધાઓને સારી કરવામાં વાપરશે.  અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના 1600 કર્મચારીઓની ટીમ કામ કરશે.

કંપનીના કહેવા પ્રમાણે આ 1125 કરોડ રૂપિયામાંથી 100 કરોડ રૂપિયા વિપ્રો લિમિટેડ, 25 કરોડ રૂપિયા વિપ્રો એન્ટરપ્રાઇઝ અને 1000 કરોડ રૂપિયા અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્ધારા કરવામાં આવશે.