કોલકત્તાઃ કોરોના વાયરસ પર સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારી યુવતીની કરાઇ ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Mar 2020 12:05 PM (IST)
મહિલાએ પોસ્ટ કરી હતી કે એક ડોક્ટર રાજ્યની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો હતો.
કોલકત્તાઃ પશ્વિમ બંગાળના કોલકત્તાની પોલીસની સાઇબર ક્રાઇમ સેલે શુક્રવારે એક 29 વર્ષની યુવતીની ધરપકડ કરી છે. યુવતી પર કથિત રીતે સોશિયલ મીડિયા પર કોરોના વાયરસને લઇને ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ છે. મહિલાએ પોસ્ટ કરી હતી કે એક ડોક્ટર રાજ્યની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો હતો. યુવતીએ બંગાળી અખબારના એક નકલી પેજની તસવીર અપલોડ કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, નકલી ન્યૂઝ પોસ્ટ કરવા અને કોરોના વાયરસ સંબંધિત અફવાઓ ફેલાવવા મામલે પોલીસ દ્ધારા કરવામાં આવેલી આ પ્રથમ ધરપકડ છે. આરોપી યુવતી એક સિંગર છે અને થિયેટરમાં અભિનય કરે છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, આ નકલી સમાચાર છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે તરત જ કોલકત્તા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. રાજ્યમાં અત્યાર સુધી કોઇ પણ ડોક્ટર કે નર્સ કોરોના વાયરસનો ભોગ બન્યો નથી.