મુંબઇઃ દહેજની માંગને લઇને વોટ્સએપ પર તલાક આપનારા પતિ સામે મુંબઇની એક મહિલા કોર્ટમાં પહોંચી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેના પતિએ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે જેમાં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવા જઇ રહી છે.


ટ્રિપલ તલાક વિરુદ્ધ અવાજ ઉઠાવનારી ફરહનાજ ખાનના 2012માં યાંવર ખાન સાથે લગ્ન થયા હતા. 2017માં તેના પતિએ વોટ્સએપ વીડિયો મોકલીને તેને ટ્રિપલ તલાક આપ્યા હતા. મહિલાએ ઠાણે સેશન્સ કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરાવ્યો હતો. 21 એપ્રિલના રોજ થયેલી એક સુનાવણીમાં કોર્ટ પરીસરમાં યાંવર ખાને મહિલા અને તેના પરિવાર સાથે મારપીટ કરી હતી.

પીડિતાએ કહ્યું કે, મુસ્લિમ મહિલાઓએ સમજવુ જોઇએ કે ટ્રિપલ તલાક બિલ તેમના ભલા માટે છે. હું બોમ્બે હાઇકોર્ટમાં મારા પતિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો આદેશ ન માનવા માટે અરજી દાખલ કરવા જઇ રહી છું. મહિલાનો આરોપ છે કે તેનો પતિ તેની સાથે સતત મારપીટ કરતો હતો અને દહેજની માંગણી કરી રહ્યો હતો.