દેવે કહ્યું કે, 'યુવાનો કેટલાક વર્ષોથી રાજકાકીય પાર્ટીના પાછળ નોકરી માટે ભાગી રહ્યાં છે. તેઓ પોતાના જીવનો ખાસ સમય અહીં-ત્યાં દોડીને સરકારી નોકરીની શોધમાં બરબાદ કરી રહ્યાં છે. પણ જો આ જ યુવાનો સરકારી નોકરી શોધવાને બદલે પાનના ગલ્લા ખોલી દે તો તેમના બેન્ક ખાતામાં અત્યાર સુધી પાંચ લાખ રૂપિયા હોત.'' ત્રિપુરાના મુખ્યમંત્રીએ મોદી સરકારીની મુદ્રા યોજનાની પ્રસંશા કરતાં આ વાત કહી હતી. આ યોજના નાના વેપારીઓ માટે લોન પ્રૉવાઇડ કરાવે છે.
નોંધનીય છે કે, અગાઉ રોજગારીને લઇને અનેકવાર રાજકીય ચર્ચાઓ જાહેરમાં આવી ચૂકી છે. પહેલા યુવાનોને ભજીયા તરવા વિશે ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું, તેમને પણ કહ્યું હતું કે, લોકો ભજીયા તરીને રોજના 200 રૂપિયા કમાઇ રહ્યાં છે. યુવાનોએ પણ આવુ કામ કરવું જોઇએ.
વિપ્લવ દેબે અગાઉ પણ પોતાના નિવેદનને લઇને મીડિયામાં છવાયા હતા. તેમને કહ્યું હતું કે, મહાભારત કાળમાં પણ ઇન્ટરનેટ હતું, ભારતની આ લાખો વર્ષો પહેલાની શોધ છે.