નવી દિલ્હી: દિલ્હીના એક હાઈ-પ્રોફાઈલ રેસ્ટોરાંમાં ગરીબ બાળકોને પોતાના પૈસે જમાડવા માટે એક મહિલાએ ધરણા કરવા પડ્યા છે. રેસ્ટોરાંનું કહેવું છે કે અંદર બેઠેલા ગ્રાહકોના વિરોધના કારણે તેમણે આ પગલુ ભરવું પડ્યું હતું. રેસ્ટોરાંએ ખાવાનું પેક કરવા માટે હા પાડી હતી. શનિવારે રાત્રે રેસ્ટારાં બંધ થયુ ત્યાં સુધી મહિલાએ ધરણા કર્યા હતા. અને આજે તે ફરી ધરણા આપશે. મહિલાનું નામ સોનાલી છે.

સોનાલીના જણાવ્યા મુજબ રસ્તા પર રહેતા ગરીબ બાળકોને તે પોતાના પૈસે આ રેસ્ટોરાંમાં જમાડવા લાવી હતી. પણ રેસ્ટોરાએ રાઈટ ટુ રિઝર્વેશનનો હવાલો આપતા કોઈને અંદર આવવા દીધા નહિ.

સોનાલીએ આમ થયા બાદ બાળકોને બીજા રેસ્ટોરાંમાં જમાડી તો દીધા પણ પાછા ફરતા તેને શિવસાગરના માલિકના દિકરાએ ધમકાવી અને પોલીસ આ જોતી રહી. આ બાદ તેઓ માફી માગવા અને રેસ્ટોરાંના નિયમ બદલવા માટે ધરણા કરી રહી છે.


સોનાલીના જણાવ્યા મુજબ સોનાલી પોતાના પતિનો બર્થડે ઉજવવા અને દિકરા અંગદને શીખવાડવા માટે ગરીબ બાળકોને રેસ્ટોરાંમાં ગઈ હતી.

અધિકારો માટે સોનાલીને ધરણા કરતી જોઈ એનજીઓએ પણ તેમને સમર્થન આપ્યું છે. શિવ સાગર રેસ્ટોરાંનું કહેવું છે કે અમુક ગ્રાહકોના કહેવાના કારણે આવું કરવં પડ્યું હતું. પણ તેઓ ખાવાનું પેક કરી આપવા માટે તૈયાર હતા.

આ દરમિયાન સોનાલીએ ફેસબુક પેજ પર વીડિયો અને અપડેટ પણ આપતી રહી હતી. સોનાલીએ રવિવારે ફરી બાળકોને આજ રેસ્ટારામાં લઈ જવાની વાત કરી છે. સોનાલીનું કહેવું છે કે રેસ્ટારાના અધિકારીઓ તેમણે કરેલા વર્તન માટે માફી નહિ માગે ત્યાં સુધી તે ધરણા કરશે.