ચંદૌલીઃ ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં એક અનોખી ઘટના સામે આવી છે. એક પરણિતી તેના પિતાને દગો આપીને પ્રમી સાથે ફરાર થઈ ગઈ હતી.પરિણાતાનો પ્રેમી તેના ઘરમાં બે દિવસ સુધી દિયર બનીને રહ્યો હતો. આ દરમિયાન પરિણીતાના પિયરજનોએ તેની ખૂબ આગતા સ્વાગતા કરી હતી. સચ્ચાઈની જાણ થયા બાદ પરિણીતાના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

પરિણીતાના પિતાએ કહ્યું કે, બે દિવસ પહેલા તેના ઘરમાં યુવક મારી દિકરીનો દિયર બનીને આવ્યો હતો. ઘર પર રહેવા દરમિયાન તેની આગતા સ્વાગતમાં કોઈ કસર છોડી નહોતી. ઘરમાં પ્રેમીએ પ્રેમિકા સાથે દિયરના સ્વાંગમાં રાતે રંગરેલિયા પણ મનાવ્યા હતા. આ દરમિયાન યુવતી સાસરિયામાંથી વારંવાર ફોન આવતા હોવાનું પરિવારજનોને કહેતી હતી. જેના પર વિશ્વાસ કરીને પિતાએ તેને ઘરેથી વિદાય કરી હતી.

પિયરીયા દ્વારા જ્યારે સાસરી પક્ષમાં ફોન કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, તેમણે કોઈને તેડવા નથી મોકલ્યા. આ સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરેથી નીકળ્ય બાદ પરિણીતાએ પ્રેમી સાથે સ્ટુડિયોમાં જઈને ફોટો પણ પડાવ્યો હતો. દીકરીની આવી કરતૂતની જાણ થયા બાદ પિતાની હાલત કફોડી થઈ હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી.