યુવકની ગામની જ યુવતી સાથે અફેર હતું. બે દિવસ પહલા પ્રેમી તેની પ્રેમિકાને મળવા ઘરે આવ્યો હતો. બંને શરીર સુખ માણતા હોવાની પ્રેમિકાના પરિવારને જાણ થઈ હતી. જે બાદ તેમણે પ્રેમીને બંધક બનાવી ફટકાર્યો હતો. જે બાદ પંચાયત બોલાવીને તેને સોંપી દેવામાં આવ્યો હતો. આ વાતની જાણ ગામલોકોને થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
(પ્રતીકાત્મક તસવીર)
પંચાયતમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. પંચે બંને પક્ષોની વાત સાંભળી હતી. જે બાદ પંચદ્વારા આરોપી યુવકને બે વર્ષ સુધી ગામથી બહાર રહેવાની સજા સંભળાવી હતી. જેના પર બંને પક્ષો રાજી પણ થઈ ગયા હતા.