Women Reservation Bill: કેન્દ્રની મોદી સરકારે ગઇકાલે સંસદમાં મહિલા અનામત બિલને રજૂ કર્યું અને હવે આજે તેના પર ચર્ચા થઇ શકે છે. સરકારના પક્ષમાં કેટલીય પાર્ટીઓ છે, આજે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પણ મહિલા અનામત બિલને સમર્થન આપવાની વાત કહી છે. જોકે, આ બિલ મામલે હવે તકરાર વધી છે. બહુજન સમાજ પાર્ટીના ચીફ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ મહિલા અનામત બિલ પર મોટી પ્રતિક્રિયા આપી છે. બસપા ચીફે કહ્યું કે વસ્તીગણતરી કરવામાં સમય લાગશે. તેમણે દાવો કર્યો હતો કે અમલમાં સમય લાગશે. દેશની નિર્દોષ અને ભોલી ભાલી મહિલાઓને લાલચ આપવામાં આવી રહી છે. માયાવતીએ કહ્યું કે અનામત અત્યારે લાગુ કરવામાં આવશે નહીં. બસપા ચીફે કહ્યું કે સરકારે આ બિલમાંથી 2 જોગવાઈઓ દૂર કરવી જોઈએ. સરકારે એવી જોગવાઈઓ લાવવી જોઈએ કે ટૂંક સમયમાં અનામતનો અમલ કરવામાં આવે. તેમણે કહ્યું કે સીમાંકન કરવામાં ઘણા વર્ષો લાગશે.
માયાવતીએ માંગ કરી છે કે, ઓબીસી મહિલાઓને અલગથી અનામત મળવું જોઈએ. બસપા ચીફે કહ્યું કે અમારી પાર્ટી આ બિલને સમર્થન આપે છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ અને કોંગ્રેસ અનામત આપવા માંગતા નથી. પૂર્વ સીએમએ કહ્યું કે, આ બિલ આંખોમાં ધૂળ નાખવા જેવું છે. તેમણે કહ્યું કે આ બિલ દ્વારા અનામત આપવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે બિલમાં ઘણી એવી જોગવાઈઓ છે જેના કારણે મહિલાઓને 15-16 વર્ષ સુધી લાભ નહીં મળે.
આ પહેલા મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં BSP ચીફે કહ્યું કે નવા સંસદ ભવનમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણ માટેનું બિલ લાવવામાં આવી રહ્યું છે, જેની તરફેણમાં BSP છે. અમને પૂરી આશા છે કે આ વખતે મહિલા આરક્ષણ બિલ ચોક્કસપણે પસાર થશે, જે લાંબા સમયથી પેન્ડિંગ છે.
તેમણે કહ્યું હતું કે, દેશની મહિલાઓને લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાને બદલે જો તેમની વસ્તીને ધ્યાનમાં રાખીને 50 ટકા અનામત આપવામાં આવે તો અમારી પાર્ટી તેનું દિલથી સ્વાગત કરશે. સરકારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ.
પૂર્વ સીએમએ કહ્યું હતું કે, મહિલા અનામત ઉપરાંત એસસી, એસટી અને ઓબીસી કેટેગરીની મહિલાઓ માટે અલગથી અનામત ક્વૉટા સુનિશ્ચિત કરવામાં આવે. આનો અર્થ એ થયો કે અત્યાર સુધી ઉપલબ્ધ ક્વૉટામાં એસસી અને એસટીનો સમાવેશ થવો જોઈએ નહીં તો આ વર્ગો સાથે ઘણો અન્યાય થશે.
-