નવી દિલ્હીઃ નાઇટ શિફ્ટમાં કામ કરનારા લોકોને ખાસ કરીને કેટલીય બિમારીઓ થવાની સંભાવના રહે છે, પરંતુ એક રિસર્ચ પ્રમાણે આ લોકોને સૌથી વધુ ખતરો કેન્સરની બિમારીનો રહે છે. વૉશિંગટન સ્ટેટ યૂનિવર્સિટી હેલ્થ સાયન્સીસના નવા રિસર્ચમાં ખુલાસો થયો છે કે નાઇટ શિફ્ટમાં કામ કરનારા લોકોને કેન્સર જેવી જીવલેણ બિમારીનો ખતરો રહે છે.


રિસર્ચ દરમિયાન દિવસ કે રાતની શિફ્ટોમાં કામ કરનારાઓ સ્વસ્થ લોકોને સામેલ કરવામાં આવ્યા, પરિણામમાં જાણવા મળ્યુ કે નાઇટ શિફ્ટ 24 કલાકની પ્રાકૃતિક લયને પ્રભાવિત કરે છે, જેનાથી ખાસ કેન્સર સાથે જોડાયેલા જીન સક્રિય થઇ જાય છે. 


શોધકર્તાઓનુ કહેવુ છે કે નાઇટ શિફ્ટમાં કામ કરનારાઓનુ ડીએનએને નુકશાન પહોંચવાનો ખતરો વધુ રહે છે, જ્યારે ડીએનએની મેઇન્ટેન કરનારા તંત્ર તે નુકશાનની ભરપાઇ કરવામાં નિષ્ફળ રહે છે. જોકે, તેમને રિસર્ચને વધુ કરવાની જરૂરિયાત ગણાવી. પણ તેમને એ પણ એશા જતાવી કે તેમનુ રિસર્ચ નાઇટ શિફ્ટમાં કામ કરનારા લોકોમાં કેન્સરના ઇલાજ અને રોકથામમાં મદદગાર થઇ શકે છે. 


નાઇટ શિફ્ટમાં કામ કરનારાઓને કેન્સરનો વધુ ખતરો.....
તેમનુ એ પણ કહેવુ હતુ કે એવા સબૂતો મળી રહ્યાં છે જેનાથી જાણી શકાય છે કે નાઇટ શિફ્ટમાં કામ કરનારા લોકોમાં કેન્સર વધુ નીકળ્યુ છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યુ કે નાઇટ શિફ્ટનુ કામ કેન્સરના ખતરાને વધારે છે. ધ્યાન રહે કે આપણા શરીરની અંદર પ્રાકૃતિક જૈવિક ઘડી હોય છે, જે 24 કલાક દિવસ અને રાત પ્રમાણે કામ કરવાળા તંત્ર સાથે હોય છે. એટલે કે તેની સક્રિયતા લેવલ દિવસ કે રાત્રમાં અલગ અલગ હોય છે. શોધકર્તાઓનો વિચાર હતો કે તે લયમાં છેડછાડથી કેન્સરનો ખતરો વધે છે.


શોધકર્તાઓએ સ્લીપ લેબમાં એક સપ્તાહ સુધી કર્યો પ્રયોગ.....
તેમને તપાસમાં માટે તેમને 14 લોકો પર જુદીજુદી શિફ્ટોનો પ્રયોગ સ્લીપ લેબમાં એક સપ્તાહ સુધી કર્યો. તેમાંથી 50 ટકાને 3 દિવસ સુધી નાઇટ શિફ્ટનુ શિડ્યૂલ પુરુ કર્યુ, જયારે બાકીના 3 દિવસ સુધી દિવસની શિફ્ટનો હિસ્સો બનાવવામાં આવ્યો. શિફ્ટોને પુરી કર્યા બાદ તમામ પ્રતિભાગીઓને 24 કલાક માટે જગાડી રાખવામાં આવ્યા. આ ઉપરાંત નિરંતર રોશની અને રૂમના તાપમાન રાખતા દર 3 કલાક બાદ ખુનનુ એક સેમ્પલ લેવામાં આવ્યુ. બ્લડ સેમ્પલમાં લાલ રક્ત કોશિકાઓના પરીક્ષણથી જાણવા મળ્યુ કે કેન્સર સાથે જોડાયેલા જીનના લય નાઇટ શિફ્ટની સ્થિતમાં દિવસની શિફ્ટની સરખામણીમાં અલગ હતી.