નવી દિલ્હીઃ ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલે કહ્યું કે, વર્લ્ડકપ 2019ના ગ્રુપ ચરણમાં શાનદાર પ્રદર્શન બાદ સેમિફાઇનલમાં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ મળેલી હાર તેના અને ટીમના અન્ય ખેલાડીઓને  હજુ પણ પરેશાન કરી રહી છે. માંન્ચેસ્ટરમાં રમાયેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 અગાઉ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝિલેન્ડની ટીમે ઇન્ડિયાને 18 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન પણ તૂટી ગયું છે.


રાહુલે ધ માઇન્ડ બિહાઇન્ડ ચેટ શોમાં કહ્યું હતું કે, જો તેને પોતાની લાઇફની કોઇ એક મેચનું પરિણામ બદલવાની તક મળે તો તે નિશ્વિત રીતે 2019 વર્લ્ડકપ સેમિફાઇનલ હશે. તેણે કહ્યુ કે, આ વર્લ્ડકપ સેમિફાઇનલની મેચ હશે. મને લાગે છે કે અમારામાંથી મોટાભાગના લોકો કદાચ એ હારને પચાવી શક્યા નથી. અમને તે હાર હજુ પણ પરેશાન કરી રહી છે.

તેણે કહ્યું કે, હું વિચારી પણ શકતો નથી કે સીનિયર ખેલાડીઓ શું અનુભવતા હશે. જ્યારે આખી ટુનામેન્ટમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હોય ત્યારે આ પ્રકારનું પરિણામ આવવું મુશ્કેલ હોય છે. હું હજુ પણ એ ખરાબ સપનાને  જોઇને ક્યારેક ક્યારેક જાગી જાઉં છું. ભારતીય ટીમ 2019 વર્લ્ડકપના ગ્રુપ ચરણમાં સૌથી સારુ પ્રદર્શન કર્યું હતું. ટીમ ઇગ્લેન્ડ સિવાય લીગ મેચમાં સૌથી સફળ રહી હતી.