નવી દિલ્હીઃ Yahoo એ ભારત માટે પોતાના 2021 યર ઇન રિવ્યૂની જાહેરાત કરી છે. આ વર્ષે ભારતીય યુઝર્સે શું શોધ્યું, એ જાણવા માટે આ સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે અનુસાર ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત છે. તેઓને આજે પણ ઇન્ટરનેટ પર સૌથી વધુ શોધવામાં આવી રહ્યા છે. બાદમાં ક્રિકેટર વિરાટ કોહલીનો નંબર આવે છે. જે બીજા સ્થાન પર છે. પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલના દિવસોમાં ચર્ચામાં છે. તે ત્રીજા સ્થાન પર છે. દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા અને કોગ્રેસ નેતા રાહુલ ગાંધી ક્રમશઃ ચોથા અને પાંચમા સ્થાન પર છે.


2021ના ટોપ ન્યૂઝમેકર કેટેગરીમાં ઇન્ડિયન ફાર્મર્સ પ્રોટેસ્ટ નંબર વન રહ્યું છે. શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન તાજેતરમાં જ ડ્રગ્સ કેસને લઇને ચર્ચામાં રહ્યા બાદ બીજુ સ્થાન હાંસલ કર્યુ છે. 2021 ભારતનું કેન્દ્રિય બજેટ, રાજ કુંન્દ્રા અને બ્લેક ફંગસે આ યાદીમાં ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાન પર છે.


મોસ્ટ સર્ચ્ડ મેલ સેલિબ્રિટિઝ કેટેગરીમાં દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા સૌથી ઉપર છે. એક્ટર સલમાન ખાન બીજા સ્થાન પર છે તો અલ્લુ અર્જુન ત્રીજા સ્થાન પર છે.  પુનિત રાજકુમાર અને દિલીપ કુમાર ક્રમશઃ ચોથા અને પાંચમા સ્થાન પર છે.


એક્ટ્રેસ કરીના કપૂર 2021ની ભારતની સૌથી વધુ સર્ચ કરનારી મહિલા હસ્તી હતી. કેટરિના કૈફ પોતાની સફળ ફિલ્મ સૂર્યવંશીની રીલિઝ બાદ બીજા સ્થાન પર રહી છે. આ યાદીમાં પ્રિયંકા ચોપરા, જોનાસ, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ ક્રમશઃ ત્રીજા, ચોથા, અને  પાંચમા સ્થાન પર રહ્યા હતા.


ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, જાણો શું આપી પ્રથમ પ્રતિક્રિયા ?