કર્ણાટકના બેંગલુરુમાં સાઉથ આફ્રિકાના દેશોમાંથી આવેલા 10 વિદેશી નાગરિકો ગુમ થઇ ગયા છે. બેંગલુરુ મહાનગરપાલિકા અને સ્વાસ્થ્ય અધિકારીઓનો તેઓની સાથે કોઇ સંપર્ક થઇ રહ્યો નથી. વાસ્તવમાં બેંગલુરુમાં જ ઓમિક્રોનનો ભારતનો પ્રથમ કેસ નોંધાયો હતો. તે વ્યક્તિ સાઉથ આફ્રિકાથી પાછો ફર્યો હતો. એવામાં આ વિદેશી નાગરિકો સાથે સંપર્ક ના થતા વહીવટીતંત્ર દોડતુ થયું છે.


એક રિપોર્ટ અનુસાર આ તમામ વિદેશી નાગરિકોની સાઉથ આફ્રિકાના દેશોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. પરંતુ ચિંતાની વાત એ છે કે આ તમામના ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે. જેથી તેઓને ટ્રેસ કરી શકાતા નથી. બેંગલુરુ મહાનગરપાલિકાના કમિશનર ગૌરવ ગુપ્તાએ કહ્યું કે તમામ વિદેશી નાગરિક સાઉથ આફ્રિકાના દેશોમાંથી આવ્યા છે. તેઓના પણ ફોન બંધ છે.ઓમિક્રોન આવ્યા બાદ સાઉથ આફ્રિકામાંથી બેંગલુરુમાં 57 મુસાફરો આવ્યા છે. જેમાંથી 10ની કોઇ સંપર્ક થઇ શકતો નથી. આ મુસાફરોએ એરપોર્ટ પર જે એડ્રેસ આપ્યું હતું તેના પર પણ તેઓ મળ્યા નહોતા.


નવસારીમાં ઓમિક્રોનનો ખતરો તોળાઇ રહ્યો છે


ભારતમાં કોરોનાની એન્ટ્રી થતાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાની એન્ટ્રી થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ સતર્ક બન્યા છે, ત્યારે હવે ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો તોળાઇ રહ્યો છે.  કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો નવસારીમાં જિલ્લામાં છે. વિદેશથી આવેલા 34 લોકોને કોરોન્ટાઇન કરાયા છે. કોરોન્ટાઇન થયેલા પૈકી એક ડોક્ટર પોઝિટિવ આવ્યા છે.  યુ.કે.થી આવેલા 50 વર્ષીય ડોકટર RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે. 


યુ.કે.થી 24 મી નવેમ્બરે નવસારી આવ્યા હતા. વિદેશથી આવેલા વ્યક્તિ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ડોકટરના કોરોના વેરિયન્ટની તપાસ માટે  સેમ્પલને ગાંધીનગર મોકલાયું છે. આશરે 10 દિવસ બાદ વેરિયન્ટનો રિપોર્ટ આવશે. ડોકટરને ખાનગી હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરાયા છે. 


 


ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, જાણો શું આપી પ્રથમ પ્રતિક્રિયા ?