નવી દિલ્હીઃ અચ્છે દિન ક્યારે આવશે? આ સવાલ તો ઘણાં સમયથી પૂછવામાં આવી રહ્યો છે. પરંતુ આ વખતે આ સવાલ જેણે પૂછ્યો છે તે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ પીએમ મોદના પ્રશંસક કોમેડિયન કપિલ શર્મા છે. બધાને હસાવનારા આ કોમેડિયને લાંચ માગવાની ફરિયાદ પીએમ મોદીને કરી છે અને પરેશાન થઈને પ્રધાનમંત્રીને પૂછ્યું કે આ છે તમારા અચ્છે દિન?
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર પીએમ મોદીને ટેગ કરીને કપિલને ટ્વીટ કર્યું છે કે તે 15 કરોડ ટેક્સ ભરે છે પરંતુ તેની પાસે બીએમસીવાળા 5 લાખ રૂપિયાની લાંચ માગી રહી છે કારણ કે તેને ઓફિસ બનાવી છે. ત્યાર બાદ પીએમ મોદીને ટેગ કરતાં તેમણે લખ્યું, આ છે તમરા અચ્છે દિન?
પ્રથમ ટ્વીટ કપિલ શર્માએ આજ સવારે 5 કલાકને 53 મિનિટ પર કર્યું અને બીજું ટ્વીટ 6 કલાકને 13 મિનિટ પર કર્યું. આ ટ્વીટને ખૂબ ઝડપથી રીટ્વીટ કરવામાં આવ્યું છે. આ લખાય છે ત્યાં સુધી આટ્વીટને હજારથી વધારે વખત લાઈક કરવામાં આવ્યું છે અને અંદાજે 800 વખત રીટ્વીટ કરવામાં આવ્યા છે.
આ આરોપો પર બીએમસીએ કહ્યું કે, કપિલ શર્મા તે અધિકારીનું નામ આપે જેણે લાંચ લેવાની વાત કરી છે. આ મામલે તપાસ કરવામાં આવશે અને એક્શન લેવામાં આવશે.
સોશિયલ મીડિયા પર આ ટ્વીટ બાદ ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. અહીં પર મોદી સમર્થક કમિલ શર્માની મજાક ઉડાવી રહ્યા છેતો કપિલ શર્માના સમર્થક તેના પર સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. આ ટ્વીટ બાદ કેટલાક લોકોએ કપિલને પૂછ્યું કે ક્યાંક આ રાજનીતિમાં પોતાનું નસીબ અજમાવવા માટે કોઈ ચાલ તો નથી ને. અન્ય એક વ્યક્તિએ પૂછ્યું કે ક્યાંક તે નવજોત સિંહ સિદ્ધુની પાર્ટી આવાજ-એ-પંજાબમાં જોડાવવા તો નથી માગતા ને.
એક ટ્વીટર યૂઝરે અભિષેકે લખ્યું કે, જો સેલિબ્રિટી થઈને તમારે આવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તો વિચારો અમારી શું સ્થિતિ હશે?
કેટલાક લોકોએ તો કપિલને સલાહ આપી કે તેણે પીએમ મોદી પહેલા આ વાત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જણાવવી જોઈએ. જ્યારે કેટલાક લોકોએ એ પણ કહ્યું કે, અરવિંદ કેજરીવાલની જેમ જ કપિલ શર્મા પણ દરેક વાત માટે પીએમ મોદીને દોષી ઠેરવવા માગે છે. સોશિયલ મીડિયા પર કપિલના ફેન્સ તેને સાથ આપવામાં પાછળ રહી ગયા છે જ્યારે મોદી સમર્થક તેના પર ભારી પડી રહ્યા છે. જુઓ અહીં-