નવી દિલ્હીઃ કોરોનાના કહેરની વચ્ચે બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસનો કહેર પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે યેલો ફંગસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં યેલો ફંગસનો પ્રથમ કેસ જોવા મળ્યો છે. યેલો ફંગસ,  બ્લેક અને વ્હાઇટ ફંસગ કરતાં પણ વધારે ખતરનાક છે. આ લક્ષણને મુકોર સેપ્ટિકસ (યેલો ફંગસ)નું નામ આપવામાં આવ્યું છે.


ગાઝિયાબાદમાં પ્રથમ કેસ


ગાઝિયાબાદમાં યેલો ફંગસનો કેસ સામે આવ્યો છે. દર્દીની ઉંમર 34 વર્ષ છે અને તેને પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો. ઉપરાંત તેને ડાયાબિટીસની બિમારી પણ છે.


યલો ફંગસના લક્ષણો


યેલો ફંગસ એક ઘાતક બીમારી છે કારણ કે તે આંતરિક રીતે થાય છે. તેના લક્ષણોમાં સુસ્તી, ભુખ ઓછી લાગવી અથવા બિલકુલ ભુખ ન લાગવી અને વજન ઘટી જવું. જેમ જેમ તે આગળ વધે છે, તેમ તેમ તે ઘાતક થતું જાય છે. ઘામાંથી પરું નીકળવું અને ઘા ધીમે ધીમે રૂજ આવે.


યેલો ફંગસની સારવાર


મુકોર સેપ્ટિકસ (યેલો ફંગસ)ના લક્ષણો છે સુસ્તી, ઓછી ભુખ લાગવી અથવા બિલકુલ ભુખ ન લાગવી અને વજન ઘટવું. ડોક્ટરની સલાહ છે કે આ ગંભીર છે અને તમને એમાંથી કોઈપણ લક્ષણ જોવા મળે તો તરત જ સારવાર શરૂ કરી દેવું. તેની એકમાત્ર સારવાર amphoteracin b ઇન્જેક્શન છે. જે એક બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીફંગલ છે.


યેલો ફંગસનું કારણ – સ્વચ્છતા ન હોવી


ડોક્ટરો અનુસાર યેલો ફંગસ ફેલવાવનું કારણ સ્વચ્છતા ન રાખવી અથવા હોવાનું છે. માટે પોતાના ઘરમાં અને આસપાસ સ્વચ્છતા રાખો. સ્વચ્છતા રાખવી જ આ બેક્ટેરિયા અને ફંગસનો વિકાસ રોકવામાં મદદ કરશે. વાસી ખોરાકનો બને એટલો ઝડપથી નાશ કરવો જોઈએ.


કેવી રીતે બચશો


ઘરમાં ભેજ કેટલો છે એ પણ મહત્ત્વપૂર્ણ છે માટે સમયાંતરે માપવું જોઈએ અને જો વધારે ભેજ હોય તો તે બેક્ટેરિયા અને ફંગસને વિકસવામાં મદદ કરી શકે છે. ભેજનું યોગ્ય પ્રમાણ 30થી 40 ટકા છે. વધારે પડતો ભેજ હોવાની તુલનામાં ઓછા ભેજનો સામનો કરવો સહેલું છે. પાણીની ટાંકીમાં ભેજ ઘટાડવા અને સારી પ્રતિકારક સિસ્ટમ પણ તેની વધવાની સંભાવના ઘટાડી શકે છે.