YES BANKને સંકટમાંથી ઉગારવાનો પ્લાન તૈયાર, SBIમાં નહી થાય વિલયઃ શક્તિકાંત દાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2020 08:32 PM (IST)
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે યસ બેન્કનું ભારતીય સ્ટેટ બેન્કમાં વિલય કરવામાં નહી આવે.
NEXT
PREV
નવી દિલ્હીઃયસ બેન્કને સંકટમાંથી ઉગારવા માટે રિકંસ્ટ્રક્શન પ્લાનને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે યસ બેન્કનું ભારતીય સ્ટેટ બેન્કમાં વિલય કરવામાં નહી આવે.
શક્તિકાંત દાસનું કહેવું છે કે યસ બેન્કને લઇને Scheme of reconstructionની જાહેરાત આગામી સપ્તાહમાં થઇ શકે છે. તેમણે કહ્યું કે, યસ બેન્કનું એસબીઆઇમાં વિલયનો કોઇ સવાલ ઉઠતો નથી. આ કલ્પનાથી બહાર છે. યસ બેન્કને ફરીથી ઉભી કરવા માટે કેપિટલ એકઠા કરવા માટે મદદ કરવામાં આવશે.
શક્તિકાંત દાસે કહ્યું કે, એસબીઆઇ તરફથી યસ બેન્કને મદદ કરવામાં આવશે. તે સિવાય અનેક અન્ય રોકાણકારો પણ સામે આવી શકે છે. નોંધનીય છે કે યસ બેન્કના બોર્ડને આરબીઆઇએ ભંગ કરી દીધું છે અને એસબીઆઇના પૂર્વ અધિકારી પ્રશાંત કુમારને એડમિનિસ્ટ્રેટર બનાવવામાં આવ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -