હેલ્થ: કોરોના કાળમાં ગરમીની સિઝનમાં ગરમ પાણી પીવું થોડું મુશ્કેલ છે. આ સ્થિતિમાં ગરમીના કારણે કેટલાક લોકોએ ગરમીનું ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દીધું છે. જેનાથી નુકસાન થઇ શકે છે આ સ્થિતિમાં આપ ફ્રીઝનું ઠંડુ પાણી પાવીના બદલે રૂમ ટેમ્પરેચરનું પાણી પી શકો છે. જો કે સંક્રમિત વ્યક્તિએ હુફાળું પાણી પીવું જોઇએ. 



કોરોના કાળમાં ઇમ્યુનિટી વધારવા માટે ડોક્ટર હુંફાળું  પાણી પીવાની સલાહ આપે છે. આ સ્થિતિમાં ગરમીમાં આ પ્રકારનું પાણી પાવીથી પેટ સંબંધિત કેટલીક સમસ્યા પણ થઇ શકે છે. તો જાણીએ કે શું કોરોના કાળમાં ફ્રીઝનું પાણી પીવાથી સંક્રમણ થાય છે જાણીએ શું કહે છે નિષ્ણાત 



શું ઠંડુ પાણી પીવાથી કોરોના થયા છે?


એવું બિલકુલ નથી કે ફ્રિઝનું પાણી પીવાથી કોરોના  થાય છે. કોરોના માત્ર સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી કે સંક્રમિત વસ્તુના સ્પર્શ કરવાથી થઇ શકે છે. એક વાત છે કે, ગરમ પાણી પીવાથી આપણી રોગ પ્રતિકારકશક્તિ વધે છે. ગરમ પાણી પીવાથી ગળા નાક સાથે જોડાયેલ ઇન્ફેકશન નથી થતું. આ જ કારણ છે કે, ડોક્ટર હુંફાળું પાણી પીવાની સલાહ આપે છે. તો બીજી તરફ આપ ફ્રીઝનું પાણી પીશો તો નબળી ઇમ્યુનિટી ધરાવતાં લોકોને મુશ્કેલી થઇ શકે છે. શરદી, ખાંસી કે ઇન્ફેકશન થઇ શકે છે. આ જ કારણો છે કે ડોક્ટર હુફાળું પાણી પીવાની સલાહ આપે છે. 


કોરોના સંક્રમિત વ્યક્તિએ ઠંડુ પાણી ન પીવું જોઇએ
કોરોનાના દર્દીઓએ ક્યારેય ઠંડુ પાણી ન પીવું જોઇએ. કોવિડના દર્દીની રોગપ્રતિકારક ક્ષમતા પહેલાથી ઓછી હોય છે આ સ્થિતિમાં તે ઠંડુ પાણી પીવે છે. તો શરદી, ખાંસ અને ગળામાં ઇન્ફેકશન લાંબો સમય સુધી રહે છે આ સ્થિતિમા રિકવરી પણ ઝડપથી નથી આવતી. તેથી કોવિના દર્દીએ ઠંડી પાણી ન પીવું જોઇએ, ગરમ પાણી પીવાથી ઝડપથી ઇન્ફેકશન દૂર થશે અને આપ જલ્દી સાજા થશો. 


ગરમીમાં રૂમ ટેમ્પરેચરનું પાણી પીવું જોઇએ
ગરમી વધી રહી છે આ સ્થિતિમાં આપ ગરમ અથવા હુંફાળુ પાણી પીવાના બદલે રૂમ ટેમ્પરેચરનું પાણી પી શકો છો. તેનાથી આપની તરસ બુઝાશે અને આપને નુકસાન નહીં થાય. આ સ્થિતિમાં આપે ફ્રીઝનું પાણી ન પીવું જોઇએ. ઠંડુ પાણી પીવાથી આપને અનેક પ્રકારની પરેશાની થઇ શકે છે. આ કારણે માત્ર કોરોના કાળમાં જ નહીં પરંતુ હંમેશા માટે ફ્રીઝના ઠંડા પાણીને અવોઇડ કરવું જોઇએ. આપ ઇચ્છે તો ગરમીમાં માટલાનું પાણી પી શકો છો.