નવી દિલ્લીઃ સલમાન ખાન દ્વારા પાકિસ્તાની કલાકારોને લઇને આપવામાં આવેલા નિવેનદ પર શિવસેના અને મનસેના વિરોધ વચ્ચે ભાજપ સાંસદ મહંત આદિત્યાનાથ સલમાનના સમર્થનમાં આવ્યા છે. આદિત્યનાથનું કહેવુ છે કે, તેની લડાઇ આતંકવાદ સાથે છે, નહી કે કોઇ કલાકાર સાથે.


મહંત આદિત્યનાથે સલમાન ખાનના સમર્થનમાં આ ચોકાવનારું નિવેદન આપીને દેશ જ નહી પરંતુ રાજકીય ગલીયારોમાં પણ ખલબલી મચાવી દીધી છે. એક તરફ સર્જીકલ ઓપરેશન બાદ દેશમાં ઉત્સવનો માહોલ છે. ત્યાં પાકિસ્તાની કલાકારોને મનસે અને શિવસેના દ્વારા પાકિસ્તાન મોકલવાનો ઘમકીનું ઘણા ફિલ્મી કલાકારોએ સમર્થન કર્યું છે. ફિલ્મ અભિનેતા અનુપમ ખેર પણ માને છે કે, પાકિસ્તાની કલાકારોએ હુમલાની નિંદ નથી કરતા અને પોતાના દેશના સમર્થનમાં છે તેમને પરત મોકલવા જો યોગ્ય છે.

આદિત્યનાથ જ્યારે સવાલ કરવામાં આવ્યો કે સલમાન ખાને કહ્યું છે કે, પાકિસ્તાની કલાકારો આતંવાદી નથી. અને ભારત સરકારે જ તેમને વિઝા આપ્યા છે. ત્યારે તેમણે કહ્યુ કે આપણી લડાઇ આતંકવાદ સાથે છે કોઇ કલાકાર સાથે નથી સાસ્કૃતિક અભિયાન વિરુદ્ધ નથી.

એટલે કે ભાજપ સાંસદ યોગી આદિત્યનાથ પણ માને છે કે, પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા દેવા જોઇએ. સલમાન ખાનના નિવદનના વિરોધ બાદ યોગીના તેમના સમર્થનમાં ઉતરવાને લઇને લોકોને હેરાન કરી શકે છે.