લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ વિરોધપ્રદર્શન ઉગ્ર બન્યું છે. પ્રદર્શનકારીઓએ સાર્વજનિક સંપત્તિઓને નિશાન બનાવી છે. ત્યારબાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વની બેઠક  બોલાવી છે. બેઠક બાદ મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું કે પ્રદર્શનના નામ પર હિંસાની  પરમીશન આપી શકાય નહી. અમે હિંસક પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું. જે પણ હિંસામાં દોષિત થશે તેમની સંપત્તિઓ જપ્ત કરવામાં  આવશે. જેની મદદથી હિંસામાં થયેલા નુકસાનની ભરપાઇ કરવામાં આવશે.


લખનઉમાં પ્રદર્શનકારીઓએ બે પોલીસ ચોકીને આગ લગાવી દીધી હતી અને બહાર પાર્ક કરેલા વાહનોને પણ આગના હવાલે કરી દીધા હતા. ભીડને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.

આદિત્યનાથે કહ્યું કે, એનઆરસી મુદ્દા પર રાષ્ટ્ર વિરોધી તાકાતો હિંસા ફેલાવી રહી છે. જેમાં કોગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળ સામેલ છે. લોકોએ કાયદાની સચ્ચાઇ જાણવી જોઇએ.