લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી સરકાર તોફાનીઓથી થયેલા નુકસાનને વસૂલવા માટે ઉત્તર પ્રદેશ રિકવરી ઓફ ડેમેજ ટૂ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી વટહુકમ હેઠળ એક ટ્રિબ્યૂનલ બનાવી રહ્યું છે. આ ટ્રિબ્યૂનલમાં રિટાયર્ડ જિલ્લા જજ ચેરમેન હશે.


વટહુકમ અનુસાર, ટ્રિબ્યૂનલના ચેરમેન સિવાય એક અન્ય સભ્ય પણ હશે. એક સભ્ય આસિસ્ટન્ટ કમિશનર સ્તરનો હશે. આ ટ્રિબ્યૂનલના નિર્ણયને કોઇ પણ કોર્ટમાં પડકારી શકાશે નહી કારણ કે આ ટ્રિબ્યૂનલ પાસે કોર્ટના અધિકાર હશે. અત્યાર સુધી જે અધિકાર સરકારે એડીએમને આપ્યા હતા તે તમામ અધિકાર આ ટ્રિબ્યૂનલ પાસે હશે.

ટ્રિબ્યૂનલ નુકસાનના આંકલન માટે ક્લેમ કમિશનરની તૈનાતી કરશે અને તમામ જિલ્લામાં એક સર્વેયર નિમણૂક કરશે. જે નુકસાનું આંકલનમાં ટેકનિકલ નિષ્ણાંતની જેમ કામ કરશે. આ ટ્રિબ્યૂનલ પાસે દંડ લગાવવાની લઇને વળતર આપવાનો અધિકાર હશે. આ હેઠળ ટ્રિબ્યૂનલ એક તરફ ઉપદ્રવિઓ અને આરોપીઓ વિરુદ્ધ દંડને લઇને તમામ કાયદાકીય કાર્યવાહી કરી શકશે તો બીજી  તરફ પીડિત પક્ષને વળતર અપાવી શકશે.

ટ્રિબ્યૂનલ પ્રદર્શન દરમિયાન સરકારી અને પ્રાઇવેટ સંપત્તિમાં તોડફોડ અને નુકસાનની વસૂલાત માટે કડક જોગવાઇઓ રાખશે. જે હેઠળ આરોપીની સંપત્તિ જપ્ત કરવાને લઇને આરોપીઓની તસવીરોને પ્રસારિત કરવાનો અધિકાર હશે.