Post Office Scheme: પબ્લિક પ્રૉવિડન્ડ ફન્ડ (PPF) પૉસ્ટ ઓફિસ એક લાંબી અવધિ માટે ચાલનારી સ્કીમ છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર તમારે 7.1% નુ વ્યાજ મળે છે. નોકરી શરૂ કરવાની સાથે જ આજકાલ લોકો રોકાણનો બેસ્ટ ઓપ્શન શોધવા લાગે છે, જો તમે પણ પૉસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરવાનુ વિચારી રહ્યાં છો, તો પબ્લિક પ્રૉવિડન્ડ ફન્ડ (PPF) અને રિકરિંગ ડિપૉઝિટ (RD)માં રોકાણ કરી શકો છો. બન્ને સ્કીમ માર્કેટમાં રિસ્કથી દુર છે, અને રોકાણકારોને વધુ રિટર્ન આપવામા મદદ કરે છે. જો તમે બન્નેમાંથી કોઇ એક સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો બન્નેની ડિટેલ્સ વિશે અહીંથી જાણકારી લઇ શકો છો.
પબ્લિક પ્રૉવિડન્ડ ફન્ડ (PPF) પૉસ્ટ ઓફિસની એક લાંબી અવધિ માટે ચાલનારી સ્કીમ છે. આ સ્કીમમાં રોકાણકરવા પર તમને 7.1% નુ વ્યાજ મળે છે. આ સ્કીમમાં તમે તમારા પૈસા 15 વર્ષે જેવી લાંબી અવધિ માટે રોકાણ કરી શકો છો. આમાં રોકાણ કરવા પર તમને ઇનકમ ટેક્સની કલમ 80સી અંતર્ગત છૂટછાટ મળે છે. તમે દર વર્ષે મેક્સીમમ આ સ્કીમમાં 1.5 લાખ રૂપિયા સુધીનુ રોકાણ કરી શકો છો. 15 વર્ષ બાદ તમને આ સ્કીમ અંતર્ગત જમા થયેલા તમામ પૈસા એક સાથે મળશે.
પૉસ્ટ ઓફિસ RD સ્કીમમાં રોકાણ કરવા પર તમને 5.8%નુ વાર્ષિક વ્યાજ મળે છે. આ પૉસ્ટ ઓફિસની એક સ્મૉલ સેવિંગ સ્કીમ છે. જેમાં તમે 100 રૂપિયાના નાના રોકાણથી શરૂ કરી શકો છો. આ સ્કીમ અંતર્ગત તમને દર મહિને એક ચોક્કસ રકમ એકાઉન્ટમાં જમા કરાવવાની હોય છે.
પૉસ્ટ ઓફિસ RD સ્કીમમાં તમે 5 વર્ષ સુધી પૈસાનુ રોકાણ કરી શકો છો. જો તમે કોઇ એક સ્કીમમાં પૈસા રોકવા ઇચ્છો છો, તો પીપીએફ સ્કીમમાં રોકાણ પર તમને વધુ રિટર્ન મળે છે.
આ પણ વાંચો...........
Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું