યૂથ કૉંગ્રેસના અધ્યક્ષ પીવી શ્રીનિવાસે એબીપી ન્યૂઝને જણાવ્યું કે, દેશમાં બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ છે. સરકાર યુવાનોને સીએએ, એનઆરસી અને એનપીઆરમાં ભટકાવી રહી છે. તેથી અમે રાષ્ટ્રીય સ્તરે નેશનલ રજિસ્ટર ઑફ અનએમ્પ્લોયમેન્ટ અભિયાન શરૂ કરી રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે, અમે 23 જાન્યુઆરીએ એક ટોલ ફ્રી નંબર જાહેર કરીશું. જેના પર બેરોજગાર મિસ કૉલ કરીને પોતાનું સમર્થન આપી શકે છે. આ બેરોજગારી વિરુધ્ધ અભિયાનની શરૂઆત છે.
ઉલ્લેખનીય છે કે આર્થિક મંદી અને બેરોજગારીના મુદ્ને કૉંગ્રેસ મોદી સરકાર પર સતત નિશાન સાધતી રહી છે.