Gmail અને Youtube ડાઉન, યૂઝર્સ કરી રહ્યા છે પરેશાનીનો સામનો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Dec 2020 05:53 PM (IST)
જાણીતી વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબ અને જીમેઈલ અચાનક ડાઉન થયું છે. સમગ્ર વિશ્વના યૂઝર્સ યૂટ્યૂબ અને જીમેલ ઉપયોગ નથી કરી શકતા.
નવી દિલ્હી: જાણીતી વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબ અને જીમેઈલ અચાનક ડાઉન થયું છે. સમગ્ર વિશ્વના યૂઝર્સ યૂટ્યૂબ અને જીમેલ ઉપયોગ નથી કરી શકતા. જીમેઈલ ડાઉન હોવાની ફરિયાદ પર જવાબ આપતા જીમેઈલે ટ્વિટર પર યૂઝર્સને પુછ્યું, શુ તમે વધારે કોઈ જાણકારી શેર કરી શકો છો કે તમારા જીમેઈલ એકાઉન્ટ સાથે શું થઈ રહ્યું છે. એ પણ કે તમે જીમેઈલ કેમ ચલાવી રહ્યા છો. (એન્ડ્રોઈડ, આઈઓએસ અથવા બ્રાઉઝર પર)? અમે મદદ કરવાની તમામ કોશિશ કરશું.