નવી દિલ્લીઃ મુંબઇમાં રહેનાર ઇસ્લામિક ધર્મ ગુરુ જાકિર નાઇકનું નામ એકવાર ફરી ચર્ચામાં છે. ઢાકા આતંકી હૂમાલામાં સામેલ બે આતંકી જાકિર નાઇકથી પ્રભાવીત હતા. અત્યાર સુધી તેની ભૂમિકા સ્પષ્ટ થઇ નથી. નાઇકે આના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દુનિયા ભરમાં તેના હજારો સમર્થકો અને ફૉલોએર્સ છે અને તે એ જાણીને આશ્ચર્યચકીત છે કે, હૂમલાખોર તેનાથી પ્રભાવીત છે. જોકે નાઇકે કહ્યું હતું કે, તે આતંકીઓની રિતનું સમર્થન નથી કરતા. જાકિર નાઇક 12 જૂલાઇના રોજ પ્રેસ કૉન્ફ્રેંસ કરીને પોતાનો પક્ષ રાખશે.
આ મામલે પ્રતિક્રિયા આપતા નાઇકે જણાવ્યું હતું કે, મારા ફેસબૂક પર એક કરોડ ચાલીસ લાખથી વધુ ફૉલોઅર્સ છે. બે કરોડથી વધુ લોકો પીસ ટીવી દ્વારા ઉર્દુ,બંગાળી અને ચીની ભાષામાં મને સાંભળે છે. મારા ફેસબૂક ફૉલોઅર્સની મોટી સંખ્યા બાંગ્લાદેશમાંથી છે. અંદાજે 90 ટકા બાંગ્લાદેશી મને ઓળખે છે. જેમા નેતા આમ આદમી અને વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. એમાથી મારા ફેન છે. હૂમલાખોર મને ઓળખે છે તેનાથી મને આશ્ચર્ય થવુ જોઇએ? ના..
કોણ છે જાકિર નાઇક... જાણો
મુંબઇ નિવાસી છે.
વ્યવસાયે ડૉક્ટોર છે.
ઘર્મગુરુ તરીકે જાણીતા છે.
લાદેનને આતંકવાદી નથી માનતા
મુસલમાનાને આતંકવાદી બનાવાની સલાહ આપે છે
પીસ ટીવી દ્વારા બાંગ્લાદેશમાં લોકપ્રકિય છે
બ્રિટેન, મલેશિય, કનાડામાં એન્ટ્રી પર બેન છે.