Zomato Raises Platform Fee: દેશમાં તહેવારોની સીઝન વચ્ચે ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની Zomatoએ દિવાળી પહેલા ગ્રાહકોને ચોંકાવી દીધા છે. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કંપનીએ પ્લેટફોર્મ ફીમાં 40 ટકાથી વધુનો વધારો કર્યો છે. કંપનીના આ નિર્ણય બાદ ઓર્ડર દીઠ પ્લેટફોર્મ ફી 7 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરી દેવામાં આવી છે.
આ ફી ફૂડ ઓર્ડર કરનાર વ્યક્તિ પાસેથી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં ઝોમેટોથી ફૂડ ઓર્ડર કરનાર કોઈપણ ગ્રાહકને હવે વધુ પૈસા ચૂકવવા પડશે. આ અંગે કંપનીએ કહ્યું છે કે, 'આ ફી ઝોમેટોને ચાલુ રાખવા માટે અમારા બિલ ચૂકવવામાં મદદ કરે છે.
આ પહેલા પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે
Zomatoએ એક વર્ષમાં પ્લેટફોર્મ ફીમાં 400 ટકાનો વધારો કર્યો છે. અગાઉ, કંપનીએ ઓગસ્ટ 2023થી પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. તે સમયે કંપની બે રૂપિયા લેતી હતી. ધીમે-ધીમે કંપનીએ આ ફી વધારતી રહી. હવે કંપનીએ પ્રી ઓર્ડર ફી 7 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરી દીધી છે.
પ્લેટફોર્મ ફી શું છે
પ્લેટફોર્મ ફી દરેક ઓર્ડર પર વસૂલવામાં આવતી વધારાની ફી છે. આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી), રેસ્ટોરન્ટ ચાર્જ અને ડિલિવરી ચાર્જથી અલગ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝોમેટોએ પ્લેટફોર્મ ફીમાં વધારાને કારણે ગયા નાણાકીય વર્ષમાં 64.7 કરોડના ઓર્ડર વોલ્યુમના આધારે વાર્ષિક 65 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી હતી. 22 ઓક્ટોબરના રોજ, કંપનીએ તેના Q2 માં સાધારણ નફો નોંધાવ્યો હતો. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 152 નવા બ્લિંકિટ ડાર્ક સ્ટોર્સ ઉમેર્યા તેની કુલ સંખ્યા 791 થઈ હતી. જો આપણે બીજા ક્વાર્ટર વિશે વાત કરીએ તો કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 69 ટકાનો વધારો થયો છે જે અંદાજે 4,800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.