S Jaishankar On Indian Economy: વિદેશ મંત્રી (foreign minister) એસ જયશંકરે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને 2030 સુધીમાં તે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે.
Indian Economy: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) ભારતની અર્થવ્યવસ્થાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ( Indian Economy) ઝડપથી વિકાસ કરી રહી છે. 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
વાસ્તવમાં, તુગલક મેગેઝીનની 53મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે ભારતની આર્થિક સ્થિતિ, વિદેશ નીતિ, ભારતે કેવી રીતે કોરોના રોગચાળાનો સામનો કર્યો, વિકાસશીલ દેશો સાથે ભારતનો સહયોગ અને LAC પર ચીનના અતિક્રમણનો ભારત કેવી રીતે સામનો કરી રહ્યું છે તેના પર પોતાનો અભિપ્રાય આપ્યો.
'દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર' :
વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને 2030 સુધીમાં તે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. તેમણે કહ્યું કે ભારતનો વિકાસ આર્થિક બાબતોમાં દેખાઈ રહ્યો છે. હાલમાં, ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આ દાયકાના અંત સુધીમાં અથવા ટૂંક સમયમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
'ભારત એક પ્રભાવશાળી અવાજ તરીકે ઉભરી રહ્યું છે' :
તેમણે કહ્યું કે ભારત પ્રભાવશાળી અવાજ તરીકે ઉભરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતના વિચારો અને પહેલને મહત્વ આપવામાં આવે છે. આ વાત એ હકીકત પરથી પણ જાણી શકાય છે કે ભારતના કહેવા પર સંયુક્ત રાષ્ટ્રએ 2023ને અનાજનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે.
'ભારત દરેક મુશ્કેલીનો મજબૂતીથી સામનો કરે છે' :
વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. મે 2020માં સરહદ પર યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસનો ભારતનો વળતો જવાબ કોરોના રોગચાળા છતાં મક્કમ અને મજબૂત હતો. સીમા પર તૈનાત ભારતીય દળોને સૌથી ખરાબ હવામાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુનિયાએ જોયું છે કે, ભારત દરેક મુશ્કેલીનો મજબૂતાઈથી સામનો કરે છે.