UAE Oreo Biscuits News: UAE મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આયાતી ખાદ્ય ઉત્પાદનો ઉચ્ચતમ  સુરક્ષા માનક  હેઠળ સુનિશ્ચિત કરવામાં આવે છે.


સંયુક્ત અરબ અમીરાતમાં Oreo બિસ્કિટને લઈને હોબાળો થયો છે. UAE માં એ ચર્ચાનો વિષય છે કે શું Oreo બિસ્કિટ હલાલ છે કે હરામ? સંયુક્ત આરબ અમીરાત (UAE) ના જલવાયુ  પરિવર્તન અને પર્યાવરણ મંત્રાલય (MoCCAE) એ Oreo બિસ્કિટ બિન-હલાલ ઉત્પાદન હોવાના સોશિયલ મીડિયાના દાવાઓ અંગે સ્પષ્ટતા જારી કરી છે.


સોશિયલ મીડિયા પરની પોસ્ટે યુએઈમાં ઓરીઓ બિસ્કિટ હલાલ છે કે કેમ તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.  UAE મંત્રાલયે આ અફવાઓ પર સ્પષ્ટતા કરતા તેને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે.


ઓરીઓ બિસ્કીટ હલાલ છે કે નહી?


યુએઈના ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, "તાજેતરમાં એવી અફવા ફેલાઈ હતી કે ઓરીઓ બિસ્કિટ હલાલ નથી, કારણ કે તેમાં ડુક્કરનું માંસ અને આલ્કોહોલ હોય છે. અમે તમને જણાવીએ છીએ કે આ બિલકુલ ખોટું છે." નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બિસ્કિટના ઘટકોમાં ગ્રીસ અથવા ચરબી જેવા કોઈપણ પ્રાણી ઘટકોનો સમાવેશ થતો નથી. મંત્રાલયે એ પણ ઉલ્લેખ કર્યો છે કે લેબ ટેસ્ટે પણ આ વાતની પુષ્ટિ કરી છે.


UAE મંત્રાલયે શું કહ્યું?


UAE મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આયાત અને વેપારી ખાદ્ય ચીજવસ્તુઓ પ્રક્રિયાઓ અને કાર્યક્રમોની સંકલિત પ્રણાલીને આધીન છે. ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરતા પહેલા ઉચ્ચતમ સેફ માનક પર તેનું  પરીક્ષણ કરવામાં આવે છે. મોન્ડેલેઝ ઇન્ટરનેશનલ અમારા ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છે, જે બજારથી બજારમાં બદલાઈ શકે છે. અબુ ધાબી એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સેફ્ટી ઓથોરિટીએ અહેવાલ આપ્યો છે કે યુએસ કંપની મોન્ડેલેઝ દ્વારા ઉત્પાદિત કૂકીઝમાં બિન-હલાલ ઘટકો હોય છે તે સાબિત કરવા માટે કોઈ નિર્ણાયક પુરાવા નથી.




બિસ્કિટમાં માંસ અને આલ્કોહોલ?


UAEના અધિકારીઓએ જણાવ્યું છે કે દેશમાં આયાત કરાયેલા બિસ્કિટ ઉત્પાદનોની સાથે તેમના દસ્તાવેજોની તપાસ કરવામાં આવે છે. બિસ્કિટમાં આલ્કોહોલને લઈને ઓથોરિટીએ કહ્યું છે કે આવા ઘણા ઉત્પાદનો છે, જેમાં ઓછી માત્રામાં ઈથેનોલ હોય છે અને તે કુદરતી આથોથી બનાવવામાં આવે છે. આ ખાદ્ય ઉત્પાદનોમાં સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ છે. અધિકારીઓએ એ પણ સ્પષ્ટતા કરી છે કે ઓરિયો બિસ્કિટમાં પોર્કની સામગ્રી હોવાનો દાવો તદ્દન ખોટો અને પાયાવિહોણો છે.


હલાલ શું છે?


હલાલ એ અરબી શબ્દ છે જેનો અર્થ 'કાયદેસર' થાય છે. મુસ્લિમોના વપરાશ માટે હલાલ ન ગણાતા ખોરાકમાં લોહી અને આલ્કોહોલ સંબંધિત પદાર્થોનો સમાવેશ થાય છે. મોન્ડેલેઝે તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓરિયો વિશ્વભરમાં ઉપલબ્ધ હોવાથી, કંપની બાહ્ય એજન્સીઓ દ્વારા તેના હલાલ પ્રમાણપત્રને આઉટસોર્સ કરે છે.