નવી દિલ્હીઃ આજે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યો છે, આ વર્ષે કાર્યક્રમનો મુખ્ય વિષય ‘હ્રદય માટે યોગઃ યોગ ફૉર હાર્ટ’ રાખવામાં આવ્યુ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશના ITBPના જવાનોએ -15°C તાપમાનમાં યોગ કર્યા હતા.



આંતરાષ્ટ્રીય યોગ દિવસની કેટલાક આશ્ચર્યજનક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં સિક્કિમની કેટલીક તસવીરો સૌથી વધુ વાયરલ થઇ રહી છે. અહીં ITBPના જવાનોએ ઓપી દોરજિલાની પાસે 19000 ફૂટની ઉંચાઇ પર માઇનસ 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં યોગ કર્યા હતા.



ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીના પ્રભાત તારા મેદાનમાં 40 હાજર લોકોની સાથે યોગ કર્યા હતા.



યોગ ગુરુ બાબા રામદેવે મહારાષ્ટ્રના નાંદેડમાં યોગ કર્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યાં હતા.