LONDON, ENGLAND - JUNE 09: Shikhar Dhawan of India walks off after being caught out during the Group Stage match of the ICC Cricket World Cup 2019 between India and Australia at The Oval on June 9, 2019 in London, England. (Photo by Henry Browne/Getty Images)
અંગુઠામાં ફેક્ચરના કારણે શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. હવે તેની જગ્યાએ ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ધવને સોશિયલ મીડિયા પર ઇમોશનલ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે દેશવાસી અને ટીમના સભ્યોનો આભાર માન્યો હતો, આ વીડિયોને રી-ટ્વીટ કરી વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે તમે ટૂંક સમયમાં જ સારા થાવ તેવી પ્રાર્થના, મેદાન પર તમારી કમી અનુભવાશે તેમાં કોઇ શંકા જ નથી, હું આશા રાખું છું કે તમે ઝડપથી સ્વસ્થ થઇને મેદાન પર પરત ફરશો અને દેશની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપશો.
મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરે પણ ધવનના વર્લ્ડ કપથી બહાર થવા પર નિરાશા વ્યક્ત કરી હતી, સચિને ઋષભ પંત માટે કહ્યું કે પોતાની જાતને સાબિત કરવાની આ સુંદર તક છે, સાથે આશા વ્યક્ત કરી કે ધવન જગ્યાએ ઋષભ પંત સારી બેટિંગ કરશે.