મળતા અહેવાલો મુજબ, શ્રીનગરના લાલ ચોકની પાસે હરિ સિંહ સ્ટ્રીટ ભીડવાળો વિસ્તાર છે. આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને અહીં ગ્રેનેડ ફેંક્યો, પરંતુ તે રસ્તાના કિનારે જઈને પડ્યો. અનેક નાગરિકો તેની ઝપેટમાં આવી ગયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે હુમલો ભીડ વાળા વિસ્તારમાં બપોરે એક વાગ્યે વીસ મિનિટ પર થયો. હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.