જામનગરના તમાચણ  ગામે એક બાળકી બોરવેલમાં ફસાઈ છે. બે વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ  છે.આ બાળકીનું નામ રોશની છે.  20 થી 30 ફૂટે  બાળકી ફસાઈ હોવાની માહીતી મળી રહી છે. વાડીમાં મજુરી કરતા પરિવારની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી છે. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બાળકી છેલ્લા 12 કલાકથી વધુ સમયથી બોરવેલમાં ફસાઈ છે. હવે એનડીઆરએસની ટીમે કમાન સંભાળી છે. 


બોરવેલમાં રોશની ફસાઈ ગઈ હોવાની જાણ 10 વાગ્યે 108 ની ટીમને કરવામાં આવી હતી. 11 વાગ્યાની આસપાસ ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી.  12 વાગ્યા સુધી બોરમાંથી બાળકીનો રડવાનો અવાજ આવતો હતો.  JCB દ્વારા 15 ફૂટ જેટલું ખોદાણ કરવામાં આવ્યું. તંત્રના કાચા સાધનો નિષ્ફળ જતાં આર્મીની મદદ લેવાઈ. બોરમાં સળિયો નાખીને બાળકીને બહાર કાઢવા સતત પ્રયત્ન કરાયા. ત્યારે સાધનોની અછતના કારણે રેસ્ક્યૂમાં સતત વિલંબ થયો. 


બાળકીને બહાર કાઢવા માટે સેનાની ટીમ વિવિધ સાધનો લઈને પહોંચી  છે અને તેને બચાવી લેવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે. બાળકી બહાર આવે એટલે તેને મેડિકલ સુવિધાઓ તાત્કાલિક મળી રહે તે માટે એમ્બિયુલન્સ સહિત વ્યવસ્થા ઉગાઉથી જ ગોઠવી રાખવામાં આવી છે. 


બોરવેલ ખોદવાનો હોય ત્યારે સબંધિત કચેરીમાં નોંધણી ફરજીયાત છે.  બોરવેલ ખોદાતો હોય તો આસપાસ ફેન્સિંગ ફરજીયાત છે. તેમજ  જિલ્લા વહીવટીતંત્રમાં નોંધણી ફરજીયાત. બોરવેલ ખોદવામાં આવે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી. અને સાઈન બોર્ડ પર બોરવેલના માલિકની વિગતો હોવી જોઈએ. બોરવેલનું ખોદકામ પૂર્ણ થયા બાદ સ્થળની જૂની હાલત પુનઃસ્થાપિત કરવી જોઈએ. કોઈ કારણસર બોરવેલને અધૂરો છોડવો પડે તો તેને જમીનના સ્તર સુધી સંપૂર્ણપણે ભરવો.


રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં પડશે વરસાદ


રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, ભાવનગરસ બનાસકાંઠા અને આણંદમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ  એક્ટિવિટીની શક્યતા છે. ઉત્તર ગુજરાત  અને કચ્છમાં ભારે પવન ફુંકાઈ શકે છે .  સાત અને આઠ જૂને અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.


ગુજરાતમાં 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.