જામનગરઃ ભાદરના પાટીયા પાસેથી 22 લાખ રૂપિયાની 500 અને 1000 નોટો ઝડપાઇ
abpasmita.in | 23 Nov 2016 08:29 AM (IST)
જામનગરઃ મોટી નોટો રદ્દ થયા બાદ બ્લેક મની સાચવી બેઠેલા લોકો બેબાકડા બન્યા છે. બ્લેકમની સાચવી બેઠેલા લોકોને યેનકેન પ્રકારે પોતાનું કાળુનાણું સગેવગે કરી દેવું છે. આવું કાળું નાણું ધરાવતા લોકો મોટી સંખ્યામાં નાણાંની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે આવી હેરાફેરી કરવા જતા જામનગરમાં 22 લાખની 500 અને 1000 ની નોટો ઝડપાઇ હતી. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા પાટીયા પાસેથી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને એક ઇનોવા કારમાંથી રૂપિયા 22 લાખના દરની 500 અને 1000 ની નોટો ઝડપી પાડી હતી. કાળાનાણાં પર અંકુશ લાવવા માટે સરકારે આ 500 અને 1000 નોટો રદ્દ કરી દીધી હતી. જેથી લોકો નોટો બદલવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો સાથે સાથે બે નંબરના નાણાં ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છો.